અક્ષય પાત્ર અને એમયુએફજીનો સિલ્વાસામાં મધ્યાહન ભોજનનો શરૂ કરવા સહયોગ

583

અક્ષય પાત્ર ફાઉન્ડેશને દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની સિલ્વાસામાં મધ્યાહન ભોજન આપવાનું શરૂ કરવા માટે મિત્સુબિશી યુએફજે ફાઈનાન્શિયલ ગ્રુપ (એમયુએફજી)ની બેન્કિંગ કંપની એમયુએફજી બેન્ક લિ. સાથે જોડાણ કર્યું છે. આ ફાઉન્ડેશનનું બીજું કિચન એમયુએફજીના ટેકા સાથે નિર્માણ કરવામાં આવશે. તે દાદર અને નગર હવેલી તથા દમણ અને દીવમાં કેન્દ્ર શાસિત વહીવટી તંત્રમાં ૫૧,૦૦૦ બાળકો માટે ગરમાગરમ, સુરક્ષિત અને પોષક ભોજન પીરસશે.

આ અવસરે એમયુએફજીના ભારત અને શ્રીલંકા માટેના રિજનલ એક્ઝિક્યુટિવ જુનસુકે “જોન” કોઈકે અને મેનેજિંગ ડાયરેક્ટર તથા માનવ સંસાધનનાં પ્રમુખ રેણુ વિજયાનંદ સહિત વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર હતાં. ઉપરાંત આ કાર્યક્રમમાં અક્ષય પાત્ર (ગુજરાત)ના પ્રેસિડેન્ટ જગમોહન કૃષ્ણ દાસ પણ હાજર હતા.

ઉદઘાટન પછી મહેમાનોને કિચન સુવિધાની ગાઈડેડ ટુર કરાવવામાં આવી હતી. તેમણે કિચન સંકુલમાં બાળકોને ભોજન પણ પીરસ્યું હતું. બધા મહેમાનોએ પહેલને સંપૂર્ણ ટેકો અને પ્રોત્સાહન આપશે એવું વ્યક્ત કર્યું હતું.કોઈકેએ જણાવ્યું હતું કે ભારત અને જાપાનની જેમ જ અમે ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે અમે એકત્ર કામ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રના સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવામાં અમારો ભાગ ભજવવા માટે અમને વિશેષાધિકારની લાગણી થાય છે. અક્ષય પાત્ર સાથે અમારી વર્તમાન ભાગીદારી થકી અમે નવી પેઢીના પોષણ આપવા અને બાળકો સ્કૂલોમાં જઈ શકે, સફળતાની તેમની શક્યતા વધારી શકે અને લાંબે ગાળે દેશની વૃદ્ધિમાં યોગદાન આપી શકે તે માટે જરૂરી સ્થિતિઓ પૂરી પાડવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

Previous articleસામુહિક દુષ્કર્મની ધમકી મળતા યુવતીનો પાંચમા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ
Next articleઅરવલ્લી કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવા આવતા સાસુ-વહુની અટકાયત