પૂર્વ નાણામંત્રી જેટલીની તબિયત ખરાબ, AIMSમાં દાખલ કરાયા

426

ર્વ નાણામંત્રી અરુણ જેટલી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અરુણ જેટલી શુક્રવારે રાતે છૈૈંંસ્જીમાં ભરતી કરવામાં આવ્યા. છાતીમાં કાર્ડિએકની ફરિયાદ બાદ તેઓએ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયત હાલ સામાન્ય છે. ખબર અંતર પૂછવા માટે વડાપ્રધાન મોદીઅને  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એઇમ્સ પહોંચ્યા હતા. સિવાય ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહ્યાં હતા.

છેલ્લા કેટલાક સમયથી અરુણ જેટલી કિડની સંબંધિત બીમારીનો ઇલાચ ચાલી રહ્યો હતો. નાદુરુસ્ત તબિયતના કારણે તેઓએ વર્ષ ૨૦૧૯માં કેબિનેટમાં ફરી નાણામંત્રીનું કામ સ્વીકારવાની મનાઇ કરી હતી.

જેટલીનું સપ્ટેમ્બર ૨૦૧૪માં બેરિએટ્રિક ઓપરેશન થયું હતું. લાંબા સમયથી ડાયાબિટિસના કારણે વજન વધવાની સમસ્યાના નિદાન માટે તેઓએ ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન પહેલા મેક્સ હોસ્પિટલમાં થયું હતું પરંતુ બાદમાં થોડી સમસ્યાને કારણે તેઓને એઇમ્સમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. કેટલાક વર્ષો પહેલા તેઓને હ્યદયનું ઓપરેશન પણ કરાવ્યું હતું.

Previous articleપીઓકે પણ અમારું અભિન્ન અંગ છે : રવિશકુમારનો દાવો
Next articleજમ્મુ કાશ્મીરઃ સ્થિતી સામાન્ય બની, મસ્જિદોમાં નમાજ અદા