ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો છે. ચાલતા જતા લોકોની ઉપર એકા એક આવીને કુતરા હુમલો કરતા હોય છે. ત્યારે રખડતા કુતરા કરડવાના કેસમાં દર સપ્તાહે વધારો થાય છે. ગત સપ્તાહે સિવિલમાં ૬૫ લોકોને રખડતા કુતરા કરડ્યા હતા. બે દિવસ પહેલા સેક્ટર ૨૯માં એક હડકાયા બનેલા કુતરાએ એક બાળક સહિત ત્રણ વ્યક્તિને બચકા ભર્યા હતા.ગાંધીનગર જિલ્લા અને શહેરમાં રખડતા કુતરા ઓછા જોવા મળી રહ્યા છે. શેરીઓમાં જોવા ઓછા અને ઘરમાં વધારે જોવા મળે છે. છતા રખડતા કુતરાઓનો એક પ્રકારનો કાળો કેર જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સિવિલમા દર મહિને ૧૫૦ કરતા વધારે લોકો કુતરુ કરડવાની સારવાર લેવા આવે છે. જેમાં ક્યારેક એટલી હદે હુમલો કર્યો હોય છેકે દર્દીને સારા થવામાં મહિનાઓ નિકળી જાય છે. ગત સપ્તાહે સિવિલમાં ૬૫ લોકોએ હડકાયા કુતરાએ હુમલો કરાયા બાદ સારવાર લીધી હતી.
બે દિવસ પહેલા સેક્ટર ૨૯માં હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો. વસાહતિઓ અને પાલિકાના કર્મચારીઓ હડકાયા બનેલા કુતરાને પડકવા માટે સમગ્ર વિસ્તારને માથે લીધો હતો. છતા હડકાયુ કુતરુ હાથમાં આવતુ ન હતુ. જ્યારે કુતરાએ એક નાની બાળકીને બચકા ભર્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ નિશાન બનાવતા બચકા ભર્યા હતા. એક જાણકારી મુજબ રોડ ઉપર કુતરાના નાના બચ્ચા ફરતા હોય છે.