અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ધંધુકા બરવાળા તેમજ રાણપુર તાલુકાની મહાસમિતિની બેઠકમાં જયેન્દ્રભાઈ કોઢીયાની બિન હરીફ નિમણુંક થતા હર્ષભેર વધાવી લીધેલ હતી
અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ધંધુકા બરવાળા તેમજ રાણપુર તાલુકાના ૧૭ માં સત્રની મહાસમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં બરવાળાના વતની જયેન્દ્રભાઈ જીવણલાલ કોઢીયાની મહાસમિતિની ચુંટણીમાં સર્વાનુંમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી જેમાં શ્રીમાળી સોની સમાજના આગેવાનો,હોદેદારો તેમજ જ્ઞાતીબંધુઓ ઉપસ્થીત રહ્યા હતા તેમજ સમાજની એકતા,અખંડદીતતા જાળવવા માટે શ્રીમાળી સોની સમાજ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો તેને સહર્ષ સ્વીકાર્યો હતો.