મધ્યાહન ભોજનના નાસ્તાના મેનુમાં ફેરફાર : ચટાકેદાર વાનગીઓ પીરસાશે

798
gandhi23-2-2018-7.jpg

રાજ્યની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન કરતાં બાળકોને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે બાળકોને દાળ-ભાત કે શાક-રોટલીને બદલે દરરોજ નિતનવા ભોજનનો સ્વાદ માણવા મળશે. લાંબા સમયની રજૂઆતો બાદ સરકારે બાળકોને અપાતા નાસ્તા-ભોજનની વાનગીમાં બદલાવ કર્યો છે, જેના કારણે રાજ્યભરના શાળાના બાળકોને હવે ઉત્તપમ, સેવખમણી, ઢોકળાં નાસ્તામાં મળશે.
મધ્યાહ્ન ભોજન કમિશનર દ્વારા એક ઠરાવમાં આદેશ જાહેર કરાયા મુજબ ભોજન અને નાસ્તો તમામ શાળામાં એકસરખો કરાવાશે. જે તે ગ્રામજનોના જન્મ દિવસ, લગ્ન દિવસ, અવસાન પ્રસંગ કે અન્ય શુભ દિવસોની ઉજવણી નિમિત્તે શાળામાં તિથિ ભોજન કરાવાય છે, તેનાં ક્લેવર પણ બદલાયાં છે. હવે તિથિ ભોજનમાં લાઇવ સ્ટીમ ઢોકળાં, સેવખમણી, ઉત્તપમ, ભેળ, જલેબી-ગાંઠિયા, લાડવા, ચણા-બટાકા પૌંઆ, ઇડલી-સંભાર, પાંઉભાજી, પાંઉ ગાંઠિયા, સમોસાં, બટાકા, ભૂંગળા, દાબેલી જેવાં મેનુ પીરસાઈ રહ્યાં છે. 
શાળામાં સોમવારે સુખડી અને વેજિટેબલ ખીચડી, મંગળવારે ચણા ચાટ, થેપલાં અને બટાકાની સૂકી ભાજી, બુધવારે મિક્સ દાળ, કઠોળ, સેવઉસળ, મીસળપાંઉં અને વેજિટેબલ પુલાવ, ગુરુવારે ચણા ચાટ, મગ ચાટ અથવા કઠોળ ચાટ અને દાળ ઢોકળી, શુક્રવારે દાળ-ભાત અને વેજિટેબલ મૂઠિયાં, શનિવારે કઠોળ ચાટ અને વેજ પુલાવ.

Previous articleપાટનગરમાં વધતો ક્રાઈમરેટ : બે વર્ષમાં ૫૭ લૂંટ, ૩૪ હત્યા અને ૧૭૯ અપહરણ
Next articleબેડન પોવેલની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે