ધંધુકા અમવા સંસ્થા દ્વારા મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં શબાનાબેન તલાટ, નસરીનબાનુ, આબેદાબેન, હેમલત્તાબેન સહિતના મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. શિબિરમાં મહિલા સશક્તિકરણ, મહિલાઓ માટેના સરકારી કાયદાઓ અને મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.