શ્રાવણ માસમાં વૃક્ષ વાવાથી શિવલોક પ્રાપ્ત થાય છે જાન્વી મહેતાએ જન્મ દિવસ વૃક્ષારોપણ કરી ઉજવ્યો

481

યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભારત વતી અનેક ગોલ્ડ મેડલ વિજેતા અને રબ્બર ગર્લ તરીકે જાણીતી એવા ભાવેણાના ગૌરવ સમાન જાન્વી મહેતાએ આજે તેનો રરમો જન્મદિવસ વૃક્ષારોપણ કરી ઉજવ્યો હતો. જાન્વી પર્યાવરણ પ્રત્યે પણ એટલો જ પ્રેમ ધરાવે છે અને ગ્રીનસીટી સંસ્થાની મેમ્બર પણ છે. જાન્વીએ વૃક્ષારોપણ કરી હર્ષની લાગણી સાથે જણાવ્યું હતું કે વૃક્ષ એ પર્યાવરણ માટે તો ખુબ ઉપયોગી છે. જ સાથોસાથ ધાર્મિક દ્રષ્ટિએ પણ વૃક્ષારોપણનું એક અલગ મહત્વ છે. તેણે મહંત પુજય સોમપ્રકાશ સ્વામીનું વિધાન ટાંકતા કહ્યું હતું ક.ે ઉપનિષદ કહે છે, દસ કુવા બરાબર એક વાવ તથા ૧ઢ વાવ બરાબર ૧ તળાવ અને ૧૦ તળાવ બરાબર ૧ સરોવર તેમજ ૧૦ સરોવર બરાબર ૧ સુપુત્ર તથા ૧૦ સુપુત્ર બરાબર ૧ વૃક્ષ, આ છે વૃક્ષનું મહત્વ. વર્તમાન પેઢીઓ ભવ અને આવનારી પેઢીનું ભાવિ સુધારવા વૃક્ષ ઉછેર અનિવાર્ય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈપણ મનુષ્ય પાંચ વૃક્ષ વાવી એનો ઉછેર કરે અમેના ઘરમાં કયારેય પણ આકાળ મૃત્યુ ન થાય, કોઈ મુસીબત ન આગવે અને બીજા જન્મન્માં પણ પુણ્યશાળી આત્મા હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શ્રાવણ માસમાં વૃક્ષ વાવી તેનો ઉછેર કરે છે તેને શિવલોક પ્રાપ્ત થાય છે. અને તેના પરિવાર પર ભગવાન શિવની અસમી કૃપા ઉતરે છે. સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું છે કે છોડમાં રણછોડ છે. આમ વૃક્ષારોપણનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વ છે. તેમ જાન્વી મહેતાએ જણાવ્યું હતું આ વૃક્ષારોપણ પ્રસંગે જાન્વીના પરિવાર ઉપરાંત ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, જયંતભાઈ મહેતા અને ઝેક ઝાલા હાજર રહ્યા હતાં.

Previous articleસોનગઢ ગુરૂકુળ હાઈ.ના શીક્ષકોનો વિદાય સમારોહ
Next articleજાફરાબાદથી સોમનાથ સુધીની ૧૩૦ કી.મી.ની પદયાત્રાનો પ્રારંભ