જાફરાબાદથી સોમનાથ સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. આ ૧૩૦ કી.મી.ની પદયાત્રામાં ભાવીકો જોડાયા હતાં. પોતાના નિવાસસ્થાને બનાવેલ વિશાળ ભગવાન ભોળાનાથના મંદિરે દાદાના દર્શન રજા લઈ તેમના પરિવાર સહિત દરેક જ્ઞાતિના મોટી સંખ્યામાં લોકો ૧૩૦ કી.મી.ની પદયાત્રાનો પ્રારંભ હરહર મહાદેવ જય સોમનાથ મહાદેવના ગગન ભેદી નાદ સાથે શુભયાત્રાનો પ્રારંભ થયો.
આજરોજ જાફરાબાદથી પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા વહેલી સવારે ૮ કલાકે જાફરાબાદથી સોમનાથ સુધીની પદયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. આ પદયાત્રા ૧૧મીએ સોમનાથ પહોંચે જયાં ૧રમીએ ભવ્ય ધ્વજારોહણ કરશે પદયાત્રા દરમિયાન ટીંબી ઉના કેસરિયા ડોળાસા કોડીનાર પ્રાંચી સહિતના સ્થળોએ ભવ્ય પ્રસાદનું આયોજન કરાયું છે. સાથે રક્ષાબંધન ગોકુલ આઠમ ચાર સોમવાર પ્રસાદનું આયોજન કરાયું છે. ૧રમીએ ભવ્ય ધ્વ્જારોહણ કરવામાં આવશે. આ તકે બકુલભાઈ વોરા પુનાભાઈ ભીલ, જીલુભાઈ બારૈયા, વિક્રમભાઈ શિયાળ, મુકેશભાઈ ગુજરીયા, જીગ્નેશભાઈ ત્રિવેદી સહિતના ભાવિકો પદયાત્રામાં જોડાયા હતાં.