સોનગઢ ગુરૂકુળ હાઈ.ના શીક્ષકોનો વિદાય સમારોહ

517

ગુરૂકુળ વિવ્લક્ષી હાઈસ્કુલ સોનગઢના આર્યવીરોમાં જ્ઞાન, શિસ્ત અને આદર્શ સંસ્કારોનું સિંચન કરી તેમજ શાળાના વીકાસમાં અમુલ્ય યોગદાન આપી ચિરકાલીન સેવા અને ઉમદા કાર્ય બાદ આચાર્ય તરીકે પસંદગી થતા વિશેષ ઉજ્જવળ કારકિર્દી માટે વાધજીભાઈ સી. કરમટિયા, ડાહ્યાભાઈ વી. ડાંગર અને દિલીપભાઈ પી. દેસાઈનો વિદાય સમારંભ આર્યકુમાર મહાસભા ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ દમયંતીબેન પીત્તિના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. અતિથિ વિશેષ તરીકે લોકભારતી સણોસરાના મેનેજીંગ ટ્રસ્ટી અરૂણભાઈ દવે, પાર્યકુમાર મહાસભા ટ્રસ્ટ -વડોદરાના ટ્રસ્ટી, રાકેશભાઈ સેકસરીયા, જીઆઈડીસી ગુજરાતના ડિરેકટર પેથાભાઈ આહિર, ભાવનગર ડીસ્ટીક કોઓપરેટીવ બેંકના વાઈસ ચેરમેન મેહુરભાઈ લવતુકા, વહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલ, ઉપાધ્યાક્ષ ગોકુલભાઈ કરમટિયાની વિશેષ ઉપસ્થિત રહેલ. શાળા પરિવાર તરફથી ત્રણેય ગુરૂજીઓને શાલ, પડો અને ભેટ અર્પણ કરેલ. આ તકે વિદાય થતાં ગુરૂજીઓના પરિવારજનો, આચાર્ય સંઘના પ્રમુખ ગોવિંદભાઈ બતાડા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ પટેલ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય કે.એ.બુટાણી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના સેનેટ સભ્ય જયદિપસિંહ ગોહિલ, સોનગઢ ગ્રામ પંચાયતના સરપંચ સદસ્યો  આજુબાજુની શાળાના આચાર્યો, બહોળી સંખ્યામાં મિત્રવર્તુળ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહેલ.

Previous articleધંધુકા અમવા સંસ્થા દ્વારા મહિલા કલ્યાણ દિવસ શિબિર યોજાઈ
Next articleશ્રાવણ માસમાં વૃક્ષ વાવાથી શિવલોક પ્રાપ્ત થાય છે જાન્વી મહેતાએ જન્મ દિવસ વૃક્ષારોપણ કરી ઉજવ્યો