સ્કાઉટીંગ પ્રવૃતિના આધ્ય સ્થાપક સર લોર્ડ સ્ટીફન્સન્સ સ્મીથ બેડન પોવેલની જન્મ જયંતિ રર ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં ‘થીંકીંગ ડે’ મનન દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના ર૧૬ જેટલા દેશોમાં ચાલતી સ્કાઉટીંગ પ્રવૃતિ દ્વારા બાળકોનું જીવન ઘડતરનું કાર્ય કરવામાં આવેલ છે.
મનન દિનના અનુસંઘાને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને સરદાર પટેલ એજયુકેશન ઈન્સ્ટીટયુટ દ્વારા સવારે ૮-૦૦ જન જાગૃતિ રેલી કાળીયાબીડ વિસ્તારમાં ફરશે. જેમાં જીેઅ.મડોંડા અને જી.જી. સુતરીયા સ્કુલના સ્કાઉટ- ગાઈડ શિક્ષકો અને જિલ્લા સંઘના પદાધિકારીઓ જોડાશે. જયારે શાળાના કેમ્પસમાં કબબુલબુલ માટે રમત મહોત્સવનું આયોજન રહેશે. ધોરણ ર થી ૪ના બાળકો મેદાની રમતોનો આનંદ માણશે.
સાંજના પ-૩૦ કલાકે ગિજુભાઈ કુમાર મંદિર ખાતે નેશનલ હેડકવાર્ટસ દ્વારા સ્પેશ્યલ દિવસ નિમિત્તે બેજ બહાર પાડેલ છે જે સકાઉટ-ગાઈડને અર્પણ કરવામાં આવે છે, વૃક્ષારોપણ, સર્વધર્મ પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દર્શનાબેન ભટ્ટ, અજયભાઈ ભટ્ટ, હરેશભાઈ રાજાઈના માર્ગદર્શનમાં સીનીયર સ્કાઉટ-ગાઈડ, રોવર-રેન્જર સુંદર જહેમત ઉઠાવી રહ્યા છે.