ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેશ જોશીએ પ્રદેશમાં મોકલાવેલુ રાજીનામુ આજે મંજુર કરવામાં આવ્યું છે. તેના સ્થાને નવા પ્રમુખ તરીકે પ્રકાશ વાઘાણીથી નિમણુક કરવામાં આવી છે.
લાંબા સમયથી ભાવનગર શહેર કોંગ્રેસમાં પ્રમુખ પદે રહેલા અને છેલ્લા કેટલાયે સમયથી અંગત કામમાં વ્યસ્તતાના કારણે લગભગ પક્ષના કાર્યોમાં નિષ્ક્રિય રહેતા રાજેશ જોષીએ અગાઉપણ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. પરંતુ પ્રદેશે તેનો સ્વીકાર કર્યો ન હતો ત્યારે ફરીથી રાજીનામું આપનર પ્રદેશ કોંગ્રેસે સ્વીકારી લીધુ હતું. અને ઉત્સાહી પાટીદાર યુવાન પ્રકાશ વાઘાણીની ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવતા કોંગી આગેવાનોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. આગામી સમયમાં નવી બોડીની રચના કરવામાં આવશે.