તક્ષશિલા ખાતે રક્ષાબંધનનું કરાયેલું અનોખુ આયોજન

445

તક્ષશિલા એજયુકેશન ઈન્સ્ટિટયુટ ખાતે રક્ષાબંધનની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવેલ. રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે સંસ્થા ખાતે અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૧ર તેમજ બી.કોમ., અને બી.એસસી, અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ તેમજ સ્ટાફના શિક્ષિકા અને પ્રાધ્યાપક બહેનો દ્વારા સેનાના જવાનો માટે રાખડીઓ અને શુભેચ્છા સંદેશાઓ બનાવવામાં આવ્યાં.

બહેનોએ બનાવેલ રાખડીઓ અને શુભેચ્છા સંદેશાઓ ભારત પાકિસ્તાનની સરહદ પરમાં ભારતીની રક્ષા કાજે દિવસ રાત રડીખમ ઉભેલા પંજાબ રેજિમેન્ટ બટાલિયન વીર જવાનો માટે મોકલવામાં આવ્યાં. સંસ્થા ખાતે ઉપરોકત કાર્યક્રમ કરવાની પ્રેરણા ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ ખાતે ફરજ બજાવતા કરણસિંહ ચુડાસમાએ આપેલ.

Previous articleરાજેશ જોશીનું રાજીનામુ, પ્રકાશ વાઘાણી કોંગ્રેસના નવા પ્રમુખ
Next articleભાવ. યુનિ.માં પરીક્ષા ફી ઘટાડવાની માંગ સાથે એબીવીપી દ્વારા આવેદન