શાળામાંથી ટીવી, કોમ્પ્યુટરની ચોરી કરનાર બે ઈસમોને ઝડપી લેતી ભાવ. LCB, SOG

856

ભાવનગર,એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોને  ભાવનગર શહેર વિસ્તાનરમાં અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન બીલા ગામે આવતા જે.આર.આહિર તથા નરેશભાઇ બારૈયાને સયુકત હકિકત મળેલ કે, આજથી આશરે છ વર્ષ પહેલા બીલા ગામની કેન્દ્રવ્રતી શાળા માંથી એલ.સી.ડી ટી.વી. તેમજ કોમ્પુટરના સાધનો સી.પી.યુ, તેમજ બેટરી,  તેમજ મોનીટરની ચોરી થયેલ જે ચોરી બાબુભાઇ ઉર્ફે ગેડો મહોબતભાઇ કુરેશી રહે.બીલા ગામ,તા.જેસર અને આમીરશા અકબરશા સૈયદ રહે.બીલા અને અજીમ ઉર્ફે મુલો ઇસ્માઇલભાઇ શેખર તથા યાકુબ રહે.વીજપડી વાળાએ કરેલ હોય. જે હકીકત આધારે બાબુભાઇ ઉર્ફે ગેડો મહોબતભાઇ કુરેશી  તથા આમીરશા અકબરશા સૈયદને બોલાવી ઉપરોક્ત ચોરી બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા બન્નેએ જણાવેલ કે, વર્ષ ૨૦૧૩ માં એક દિવસ રાત્રીના બાબુભાઇ ઉર્ફે ગેડો મહોબતભાઇ કુરેશી રહે.બીલા ગામ તથા આમીર અકબરભાઇ સૈયદ રહે.બીલા તથા અજીમ ઉર્ફે મુલો ઇસ્માઇલભાઇ શેખર તથા યાકુબ રહે.વીજપડી વાળાએ મળીને અમો ચારેય જણા રાત્રીના બારેક વાગ્યે બીલાગામની સરકારી પ્રામથીક શાળાએ ગયેલ અને સ્કુલની ફરતેની દિવાલ ટપીને અમો ચારેય મિત્રો સ્કુલમાં ગયેલ અને સ્કુલમાં આવેલ આચાર્ય ી ઓફિસનુ તાળુ લોખંડના સળીયા વડે તોડી ઓફિસની દિવાલ ઉપર એક એલ.જી. કંપનીનુ એલ.સી.ડી. ટીવી તથા કોમ્પ્યુટરના મોનીટર નંગ-૨ તથા કોમ્પ્યુટરના સી.પી.યુ. નંગ -૩ તથા બેટરી નંગ-૩ ની ચોરી કરીને લઇ લીધેલ અને પછી બે કોથળીમાં કોમ્પ્યુટર, સી.પી.યુ.,બેટરી, એલ.સી.ડી. ટીવી ભરીને આમીર અને યાકુબ બન્ને સુરતની ચોક બજારમાં જુના મોબાઇલ લે-વેચની દુકાન વાળા સીદીકભાઇને વેચેલનુ જાણાવતા મોટા ખુટવડા પો.સ્ટે. જે અંગે ખાત્રી કરતા ઉપરોક્ત ચોરીનો મોટા ખુટવડા પો.સ્ટે.મા ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર બન્ને આરોપીઓને મોટા ખુટવડા પો.સ્ટે.ના કામે હસ્તગત કરી મોટા ખુટવડા પો.સ્ટે.ને સોપી આપેલ છે.

Previous articleભાવ. યુનિ.માં પરીક્ષા ફી ઘટાડવાની માંગ સાથે એબીવીપી દ્વારા આવેદન
Next articleવલભીપુરમાં પાંચ, ઉમરાળા પંથકમાં ધોધમાર ૪ ઈંચ વરસાદ