નડિયાદમાં રહેણાક એપાર્ટમેન્ટ ધરાશાયી, અનેક લોકો દટાયા

584

નડિયાદમાં એક ૨૦ વર્ષ જૂનું રહેણાક એપાર્ટમેન્ટ ધરાશાયી થઇ હતું, જેમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તાત્કાલિક ફાયર સેફ્ટી વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી છે. તો સ્થાનિકોની મદદથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક વિગત પ્રમાણે નડિયાદમાં આવેલું પ્રગતિનગર એપાર્ટમેન્ટ ધરાશાયી થઇ ગયું. આ ઇમારતમાં કેટલાક લોકો રહેતા હતા, તો સ્થાનિકોના કહેવા પ્રમાણે ઇમારતમાં સાતથી આઠ લોકો દટાયા છે. તો ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને બે લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.

પોલીસ ટીમના જણાવ્યા પ્રમાણે પ્રગતિનગર એપાર્ટમેન્ટમાં ૧૦ ફ્લેટ હતા, જેમાં બે ફ્લેટમાં બે પરિવારો રહેતા હતા. આ એપાર્ટમેન્ટ ૨૦ વર્ષ જૂનું હતું. તો રાતના સમયે બનેલી ઘટનાને કારણે પરિવારના તમામ સભ્યો ઘરે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હાલ સ્થાનિકોની મદદથી કાટમાળમાં દટાયેલા લોકોને ફાયર ટીમ રેસ્ક્યૂ કરી રહી છે.

Previous articleબીલા ગામેથી ચોરીનો સામાન અને જામગરી બંદુક સાથે બે ઝડપાયા
Next articleસલમાન સાથે હજુ ભૂમિકા કરવા ઇચ્છુક છે : ડેઝી શાહ