શારિરીક – માનસિક ત્રાસના ગુનામાં ફરાર આરોપી બોરતળાવથી ઝડપાયો

810
bhav23-2-2018-1.jpg

મહિલા પોલીસ મથકમાં નોંધાયેલ શારીરિક અને માનસિક ત્રાસના ગુનામાં ફરાર શખ્સને આરઆરસેલની ટીમે બોરતળાવ પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. 
ભાવનગર રેજ, સ્ટાફના માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન નિલમબાગ સર્કલ પાસે આવતાં પો.હેડફ. કોન્સ. ગંભીરસિંહ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે, મહિલા પો.સ્ટે.ના ઈપીકો કલમ-૪૯૮ (ક) મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપી પ્રકાશ જેરામભાઈ ગોહિલ જવેલ્સ સર્કલ, બોરતળાવ બાજુના દરવાજા પાસે ઓછા લીલા કલરનો આખી બાયનો શર્ટતથા કથ્થાઈ કરલનું પેન્ટ પહેરીને ઉભો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતા ઉપરોકત વર્ણનવાળા પ્રકાશ જેરામભાઈ ગોહિલ (ઉ.વ.૩૬) રહે. બ્લોક નં.  ૮૬, સ્વસ્તિક પાર્ક-ર, હિલ પાર્ક ચોકડી, ભાવનગર મળી આવતાં તેને ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ. તેને મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ સમગ્ર પોલીસ મહાનિરીક્ષક અમિતકુમાર વિશ્વકર્મા ભાવનગર રેન્જની સુચના અને માર્ગદર્શન હેઠળ આરઆરસેલ સ્ટાફના ગંભીરસિંહ ચુડાસમા, જગદેવસિંહ ઝાલા, અરવિંદભાઈ પરમાર, ઉમેશભાઈ સોરઠિયા તથા ડ્રાઈવર ગોપીદાન ગઢવી વિગેરે સ્ટાફના માણસો જડાયા હતાં. 

Previous article ડો.હરિશભાઈ મહુવાકરનું વ્યાખ્યાન યોજાયું
Next article છેતરપીંડી અને વિશ્વાસઘાતનાં ગુનામાં ફરાર આરોપી ઝડપાયો