રિવરફ્રન્ટ પર બેઠેલા યુગલને પોલીસે બંધક બનાવતા ફરિયાદ, લાફા મારી યુગલના ફોન પણ છીનવી લીધા

610

રિવરફ્રન્ટ ખાતે વરસાદની મજા માણતા યુગલને પોલીસ લખેલી બાઇક પર આવેલા બે યુવકોએ અડધો કલાક બંધક બનાવી તેમના મોબાઇલ છીનવી લીધા હતા. અંતે યુવકે અજાણ્યા બંને શખસો સામે રિવરફ્રન્ટ પોલીસમાં ફરિયાદ કરી હતી.

વાસણા વિસ્તારમાં રહેતો ૨૫ વર્ષનો યુવક બુધવારે સાંજે તેની સાથે નોકરી કરતી યુવતી સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર ઉસમાનપુરા ગાર્ડન પાસે ગયો હતો. બંને ત્યાં પાળી પર બેસી ચા પીતાં હતાં. દરમ્યાનમાં એક્ટિવા પર બે શખ્સ આવ્યા હતા. તેઓએ બંનેની બેગ તપાસી તેમના આઈડી પ્રૂફના ફોટો પાડી લીધાં હતાં. તે સમયે જ પોલીસ લખેલી બાઈક જેનો નંબર ૧૫૫૩ હતો તેના પર ખાખી પેન્ટ અને ચેક્સ શર્ટ પહેરેલો એક શખ્સ આવ્યો હતો અને જેમ તેમ બોલવા લાગ્યો હતો. બાદમાં ત્રણેયે ફોન લઈ લીધા હતા અને યુવકને લાફા મારી દીધા હતા.

અડધા કલાક સુધી ત્રણેયે યુવક-યુવતીને બંધક બનાવી રાખ્યા હતા. ત્યારબાદ ફોન આપી તેઓ નાસી ગયા હતા. આ ઘટના અંગે યુવકે પોતાના પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ પર આવતા નાગરિકોને અમુક લુખ્ખા તત્ત્વો દ્વારા અવારનવાર પરેશાન કરવામાં આવતા હોય છે. પોલીસની ઓળખ આપી આવા લોકો તોડ કરતા હોય છે, જેની ફરિયાદ કરતા લોકો ડરે છે.

Previous articleરાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા, દર્દીઓને ભારે હાલાકી
Next articleહિંમતનગરથી વિજાપુર વચ્ચે આવતો બ્રિજ જર્જરીત થતા એકમાર્ગીય રસ્તો કરાયો