ગાંધીનગર નજીક ગાય સાથે અકસ્માત બાદ મૃત્યુ

537

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવી ઘટના બની છે, જેમાં ગાય સાથે અથડાઈને મૃત્યુ પામેલા વાહનચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ બનાવની વિગત કંઈક એવી છે ગાંધીનગરમાં ખાનગી નોકરી કરતા કરણભા ભાઠડ નામના યુવાન ૩૦મી જુલાઈના રોજ બપોરે જમવા માટે ઍક્ટિવા પર ઘરે આવી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

માહિતી અનુસાર ઍક્ટિવા પર જઈ રહેલા કરણભા રસ્તા પરની બે ગાયો સાથે અથડાયા હતા. આ ઘટનામાં કરણભાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. યુવક એટલો ગરીબ હતો કે ફોન પણ નહોતો ઘટનાને નજરે જોનારાએ જણાવ્યું હતું કે, મારી કાર ઍક્ટિવાની પાછળ હતી અને મેં દૂરથી ગાયને ઍક્ટિવાને અડફેટે લેતાં જોઈ હતી. અમે તુરંત જ એની મદદ માટે દોડી ગયા અને ઍમ્બુલન્સને ફોન કર્યો હતો. જોકે, હૉસ્પિટલમાં એને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એ વ્યક્તિના ગળામાં લટકતા ઓળખપત્રના આધારે ફોન કર્યો તો એના મિત્રએ ઉપાડ્‌યો હતો. જેની મદદથી એનાં માતાપિતાને બનાવની જાણ કરવામાં આવી હતી. કરણભાના પિતા ગામડે ખેતી કરે છે અને આર્થિક તંગીને પગલે તેઓ ગાંધીનગરમાં રહીને ગિફ્‌ટ સિટીમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા.

નબળી આર્થિક સ્થિતિ લીધે કરણભા પાસે મોબાઇલ ફોન પણ નહોતો અને સંપર્ક માટે તેમણે કંપનીમાં મિત્રનો મોબાઇલ નંબર લખાવ્યો હતો. જે દિવસે અકસ્માત થયો એ દિવસે તેઓ ઑફિસના સહકર્મીનું ઍક્ટિવા લઈને ઘરે જમવા જઈ રહ્યા હતા. કરણભા ગાંધીનગરમાં મિત્ર સાથે રૂમ શૅર કરીને રહેતા હતા. રખડતાં ઢોરને કારણે મારો દીકરો ગયો કરણભાના પિતા બુધાભાએ જણાવ્યું, રખડતાં ઢોરને કારણે મારો દીકરો ગયો. બીજા કોઈનો દીકરો આવી રીતે ન જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીશ.

અમદાવાદમાં રખડતાં ઢોરને કારણે છેલ્લા છ મહિનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. એ કિસ્સામાં ઢોરને રખડતાં મૂકવા બાદ માલિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા આવાં રખડતાં ઢોરને પકડીને પાંજરે પૂરે છે અને માલિકને દંડ પણ ફટકારે છે.

જો કે, ગાંધીનગરનાં મેયર રીટા પટેલ આ મામલે કાયદાની તરફેણમાં નથી.  તેમણે કહ્યું, આવા એકલદોકલ કિસ્સાના આધારે કોઈ કાયદો ન ઘડી શકાય. જોકે, રસ્તા પર રખડતાં ઢોરની વ્યવસ્થા કરવા માટે તેમણે ’વિચારણા’ કરવાની વાત કરી છે.

Previous articleહિંમતનગરથી વિજાપુર વચ્ચે આવતો બ્રિજ જર્જરીત થતા એકમાર્ગીય રસ્તો કરાયો
Next articleઅમદાવાદના બોપલમાં બંગલાની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ૪ સભ્યોના મોત