ગુજરાતમાં મેઘતાંડવ…૨૦થી વધુના મોત

671

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક રીતે મેઘ મલ્હાર યથાવત રાખી છે. જેમાં બરવાળા તાલુકામાં ૩૮૦ મી.મી એટલે કે ૧૫ ઇંચ, મહુધામાં ૩૪૦ મી.મી અને ધંધુકામાં ૩૨૨ મી.મી એટલેકે ૧૩ ઇંચ, કડીમાં ૩૦૧ મી.મી અને ગઢડામાં ૨૯૭ મી.મી એટલે કે ૧૨ ઈચ, રાણપુરમાં ૨૬૭ મી.મી અને ગલતેશ્વરમા ૨૫૬ મી.મીટર મળી કુલ બે તાલુકામાં ૧૦ ઇંચ ઇંચ જેટલો ચુડામાં ૨૪૨ મી.મી અને કલોલમાં ૨૨૮ મી.મી મળી કુલ બે તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ ૧૦ ઓગસ્ટ અને સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધાંગધ્રા તાલુકામાં ૨૧૧ મી.મી, જોટાણામાં ૨૧૦ મી.મી, વલ્લભીપુરમાં ૨૦૫ મી.મી, નાંદોદમાં ૨૦૧ મી.મી અને છોટાઉદેપુરમાં ૨૦૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ડેડીયાપાડા ૧૯૨ મી.મી, રાપર ૧૦૯ મી.મી, થાનગઢમા ૧૮૬ મી.મી, વઢવાણમાં ૧૮૫ મી.મી, ગોધરામાં ૧૮૪મી.મી, ગાધીધામમાં ૧૮૦ મી.મી, સાણંદમાં ૧૮૦ મી.મી, ઉમરાળામાં ૧૮૦ મી.મી., કઠલાલ ૧૭૭ મી.મી, મહેસાણામાં ૧૭૮ મી.મી, આણંદમાં ૧૭૧ મી.મી, ભચાઉમાં ૧૭૩ મી.મી, રાજકોટમાં ૧૭૧ મી.મી અને ડેસર ૧૭૧ મી.મી મળી કુલ ૧૪ તાલુકાઓમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત રાજ્યના ઠાસરા,ધોળકા, વિંછીયા,ચોટીલા,મોરબી, ટંકારા, ધ્રોળ, ઉમરપાડા, વિજાપુર, આમોદ, કોટડા સાંગાણી અને ઉમરેઠ મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે લાલપુર, જેતપુરપાવી, માતર, જોડીયા મહેમદાવાદ, ખંભાત, જાંબુધોડા, ગોંડલ, બોરસદ, ધનસુરા, સુબીર, માંગરોળ, દસાડા, અમદાવાદ શહેર, સાયલા, હાલોલ, કરજણ, લખતર, મૂળી, લીબડી, લોધીકા, કલ્યાણપુર, સોજીત્રા, સમી, ભાવનગર, તારાપુર,બાબરા અને હિંમતનગર મળી કુલ ૩૦ તાલુકાઓમાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત સાવલી, સિહોર, લાઠી, અમરેલી, વાડિયા, કપડવંજ, વડોદરા, પડધરી, વસો, ઘોઘંબા, ખેડા, માણસા, ડભોઇ, નેત્રંગ, જામનગર, પાટણ, આંકલાવ, પ્રાંતિજ, જસદણ, સાગબારા, સોનગઢ, બોડેલી, ગરુડેશ્વર અને માળીયામીયાણા મળી કુલ ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૩૦ તાલુકાઓમાં ૩ ઈચથી વધુ ,અન્ય ૫૧ તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય ૪૬ તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

આ સાથે રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૭.૮૦ ટકા જેટલો નોધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૯૮.૩૧ ટકા, કચ્છમાં ૬૧.૬૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૪૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૭૭.૭૨ ટકા અને સૌરાષ્ટ્રમાં ૬૪.૧૫ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

સરદાર સરોવર ડેમ પછી ગુજરાતનો બીજા ક્રમો સૌથી મોટો ડેમ ગણાતા તાપી નદી સ્થિત ઉકાઈ ડેમના ૧૦ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને ૭૫,૦૦૦ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તંત્રએ ઉકાઈ ડેમમાંથી પાણી છોડ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે.

છ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. જે બાદમાં તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી આપેલી જાણકારી પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે ૧૯ લોકોનાં મોત થયા છે, જેમાં મોરબી, અમદાવાદ, નડીયાદમાં દિવાલ પડવાથી કુલ ૧૬નાં મોત નીપજ્યાં છે. જ્યારે છ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સીએમના જણાવ્યા પ્રમાણે, “ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે, તેમજ ઉકાઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના ૧૭ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે તમામ જળાશયોમાં પાણીનો ૫૬ ટકા જથ્થો હતો, જ્યારે આ વખતે અત્યારે જ વિવિધ જળાશયોમાં ૬૦ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.”

Previous articleકલમ ૩૭૦ : ઇદ પ્રસંગે પણ કઠોર ધારાધોરણ અમલી રાખવા નિર્ણય
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે