આ વર્ષે શ્રાવણ વદમાં બે છઠ્ઠ છે જેમાં છઠ્ઠની વૃધ્ધિ તિથિ પ્રમાણે તા. ર૧-૮-ર૦૧૯ના દિવસે આખો દિવસ છઠ્ઠ તિથિ છે. આથી બુધવારે રાંધણછઠ્ઠ ગણાશે ત્યારે બાદ ગુજરાતના મુખ્ય પંચાંગો અને જયોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે જોઈએ તો ગુરૂવારે તા. રર-૮-૧૯ના દિવસે અવાર તા. ૭-૭ કલાક શુધી છઠ્ઠ છે. ત્યાર બાદ સાતમ તિથિ બેશી જાય છે. આમ ગુરૂવારે શિતળા સાતમ ઉજવાશે.
જયારે શુક્રવારે સાતમ સવારના ૮-૦૯ કલાક સુધી જ છે ત્યાર બાદ આઠમ તિથિ બેશી જાય છે. આથી આ તિથિ શિવપંથીની કૃષ્ણ જયંતિની ગણાય. પરંતુ ગોકુળ-મથુરામાં વૈષ્ણવપંથી જન્માષ્ટમી ઉજવાય છે. આ પ્રમાણે શનિવારે તા. ર૪-૮-૧૯ના ઉધ્યાન આઠમ તિથિ પણ છે અને રાત્રી ૧ર વાગે રોહિણી નક્ષત્ર પણ છે. આમ જન્માષ્ટમી શનિવારી ઉજવાશે આમ શિતળા સાતમ અને જન્માષ્ટમી વચ્ચે બે દિવસનો ગેપ રહેશે. રાંધણછઠ્ઠ બુધવારે તા. ર૧-૮-૧૯, શિતળા સામત ગુરૂવારે તા. રર-૮-ર૦૧૯, જન્માષ્ટમી શનિવારે તા. ર૪-૮-૧૯ના રોજ પંચાગના નિયમ પ્રમાણે રહેશે.
– શાસ્ત્રી રાજદીપ જોષી