ભાજપનું સદસસ્યતા અભિયાન ૨૦ ઓગસ્ટ સુધી લંબાવાયું

416

ભાજપનું સદસ્યતા અભિયાન ૨૦ ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક ૩ વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પ્રવકતા ભરત પંડ્યાની હાજરીમાં કલાકારોને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

ગાયિકા ભૂમિ પંચાલ, સનેડો ફેઇમ એક્ટ્રેસ રિયા પંચાલ, છેલ્લો દિવસના રિધમ ભટ્ટ, નદીમ વઢવાણિયા અને ડિરેક્ટર જીગ્નેશન મકવાણા ભાજપમાં જોડાયા.

કલમ ૩૭૦ના મજબૂત નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ચાલી રહેલી કેન્દ્ર સરકારથી પ્રભાવિત થઇને તમામ કલાકારો ભાજપમાં જોડાયા છે તેવો દાવો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યો હતો.

ભાજપનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે પહેલા ગાયક કલાકારો કિંજલ દવે, અરવિંદ વેગડા ત્યારબાદ ગમન સાંથલ, દિવ્યા ચૌધરી, રવિ ખોરજ બાદ હવે ભૂમિ પંચાલ, રિયા પંચાલ અને રિધમ ભટ્ટને ભાજપમાં જોડ્યા. ભાજપે સદસ્યતા અભિયાન હેઠળ ૫૦ લાખ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Previous articleવલભીપુર હાઈ-વે પર પાણી ફરિ વળ્યા
Next articleકડી અને દેત્રોજમાં ૧૩ ઇંચ વરસાદ : જનજીવન ઠપ