શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માની જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

793
bhav23-2-2018-7.jpg

  તા. ૨૨ ફેબ્રુ. ના રોજ ભાવનગર ખાતેના વાઘાવાડી રોડ પરના સર્કીટ હાઉસમાં રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને જિલ્લાના પ્રભારી સચિવ અંજુ શર્માના અધ્યક્ષસ્થાને એક સમિક્ષા બેઠક યોજાઈ હતી.  આ સમિક્ષા બેઠકમાં પાણી પૂરવઠા, સિંચાઈ, માર્ગ અને મકાન, જિલ્લા પંચાયત, પોલીસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા સમાજ સુરક્ષા, જિલ્લા આયોજન, આઈ. ડી. એસ., ભાવનગર મહાનગરપાલિકા, સહિતની કચેરીઓ દ્વારા થયેલ કામગીરીની સમિક્ષા કરાઈ હતી.
અંજુ શર્માએ જણાવ્યું હતું કે જિલ્લાની તમામ કચેરીઓના વડાઓએ પરસ્પર સંકલનમાં રહીને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા  નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેવુ જોઈએ તો જ લોકોને યોજનાના મીઠા ફળ ચાખવા મળશે.  ઉલ્લેખનીય છે કે જિલ્લાની  તમામ જુથ પાણી પૂરવઠા યોજનાને નર્મદા/મહી નદીના પાણીની કનેકટીવીટી થી જોડવામાં આવેલ છે જેથી ઉનાળામાં પાણી ની સમસ્યા ન રહે  જિલ્લાના તમામ ગામો અને શહેરી વિસ્તારને નર્મદાનું પાણી મળી રહે તે મુજબનું આયોજન કરાયુ છે. જિલ્લાના ૫૪૮ ગામોમાં ૨૪૯૭ હેન્ડ પંપ કાર્યરત છે.  તા. ૧૭/૦૧ થી સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યુ છે.   આ બેઠકમાં જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. ડી. જાડેજા, મ્યુ. કમિશ્નર મનોજ કોઠારી,સહિત સંબંધિત કચેરીઓના અધિકારી/પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

Previous article બંદરરોડ પરથી ચોરી કરેલ ટોરસટ્રક સાથે ત્રણ ઝડપાયા
Next article દેસાઈનગરમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ૩ કાર ઝડપાઈ : ૩ બુટલેગર ફરાર