કરચલીયા પરામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

538

ભાવનગર રેન્જના આઈ.જી. સાહેબ અશોકકુમાર યાદવની સુચના આઘારે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન નાયબ પો.અધીક્ષક ઠાકર ની સૂચના  હેઠળ ભાવનગર,ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પો. ઇન્સ.આર.જે.શુકલાતથા ગંગાજળિયા ડી સ્ટાફના માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં શ્રાવણિયા માસ મા દારૂ /જુગારની પ્રવૃત્તિ નેસ્ત- નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના આઘારે આજરોજ ગંગાજળિયાના ડી’સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન હિરેનભાઈ મકવાણા તથા પ્રકાશભાઈ ગોહેલ ને સયુંકત બાતમીરાહે હકિકત મળેલ કે કરચલીયા પરા ચીમનલાલ ના ચોકમા જાહેર જગ્યામાં ઇલેકટ્રીક સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તિનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમે.જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં જગ્યામાં ઇલેકટ્રીક સ્ટ્રીટ લાઇટના અજવાળે તિનપતીનો પૈસા પાના વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા કુલ-૪ ઇસમો  અજય ઉર્ફે કચી અરવિંદભાઈ વાજા ઉવ.૨૫ , કિશોર ઉર્ફે બાડો ધનજીભાઈ બારૈયા  ઉવ.૪૦ , રાકેશ ઉર્ફે ધાફો ભરતભાઈ વાજા  ઉવ.૨૩ , વિપુલ ઉર્ફે  સાવજ કાન્તીભાઈ ગોહેલ  ઉવ.૩૨ રહે. વાળાઓ પાસેથી ગંજીપતા ના પાના  તથા કિ.રૂ.૧૧,૧૩૦/- ના મુદામાલ સાથે મળી આવતા તમામ ઇસમો  સામે જુગાર ઘારા કલમ – ૧૨ મુજબ  પોલીસ  સ્ટેશનમાં ગૂન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાવેલ છે.

Previous articleભારે વરસાદના પગલે વલભીપુર હાઈ-વે પર પાણી ફરિવળ્યા
Next articleકુમારશાળામાં અવનીબહેનનું વકતવ્ય