કુમાર શાળા ખાતે અવની બહેનનુ વક્તવ્ય યોજાયું હતું. તેમણે જણાવ્યું કે જે વ્યક્તિમા પરિવર્તન ની ક્ષમતા વધારે હોય તે બુધ્ધિ વાળી હોય છે. આ દુનિયામાં કંઇજ સ્થિર નથી. સ્થિર હોયતો પરિવર્તન છે. જે લોકો પરિવર્તનશીલ નથી તે અક્કડ છે. અને આખરે તે પોતાનો વિકાસ રોકે છે. અને અંતે વિનાશનાં માર્ગે આગળ વધે છે. તેવીજ રીતે માનવ વિકાસ માટે પ્રમુખ અગત્યનો છે. જ્યારે સ્વાર્થ સંકોચન કરે છે. તે પણ માનવીના વિકાસને રોકે છે. અને વિનાશ નોતરેછે.