ભારે વરસાદના પગલે વલભીપુર હાઈ-વે પર પાણી ફરિવળ્યા

678

ભારે વરસાદના આગાહીના પગલે રાજયભરની સાથો સાથ ભાવનગર શહેર-જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટીંગ કરતા સર્વત્ર ર થી ૮ ઈંચ વરસાદ શનિવારે સવાર સુધીમાં ર૪ કલાકમાં પડતા જેમાંવલભીપુર, બરવાળામાં તો ૮ થી ૧પ ઈંચ વરસાદ પડતા ભાવનગર- અમદાવાદના હાઈ-વે પર પાણી ભરાતા હાઈ-વે બંધ કરી દેવાયો હતો. જયારે અનેક ગામોમાં પાણી ધુસી ગયા હતાં. જેમાં ત્રણેક ગામના કેટલાક લોકોને રાતો રાત સ્થળાંતર પણ કરાવાયું હતું. ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમને પણ બોલાવી બચાવ કામગીરી કરાવામાં આવી હતી. તંત્ર- ખડે પગે રહ્યું હતું.

ભાવનગર જિલ્લામાં શુક્રવારે સવારથી શરૂ થજયેલો વરસાદ આજે શનિવાર સવાર સુધી સતત રહ્યો હતો. જેમાં રાત્રીના સમયે જોરદાર વરસાદ ત્રાટકયો હતો જેમાં વલભીપુર અને ઉમરાળા પંથકમાં ૮ ઈંચ ઉપરાંત વરસાદ ખાબકતા ગ્રામ્ય પંથકમાં પાણી ફરિવળ્યા હતાં. ઉપરાંત બરવાળા રાણપુર સહિત બોટાદ પંથકમાં પણ ધોધમાર વરસાદના પગલે હાઈ-વે ઉપર પણ પાણી ધોધમાર વરસાદના પગલે હાઈ-વે ઉપર પણ પાણી ફરિ વળ્યા હતાં. નદી- નાળા બે કાંઠે વહ્યા હતાં. ખેતરોમાં પાણી ધુલવા પામ્યા  હતાં. તેમજ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતાં. જયારે વલભીપુરના પાણવી, નવાણીયા અને માલપર ગામના કેટલાક લોકોેને એલર્ટમાં ભાગરૂપે રાતોરાત સ્થળાંતર કરાવાયું હતું.

માઢીયા, ચમારડી ંહાઈ-વે પર પાણી ફરિ વળતા અમદાવાદ હાઈવે બંધ કરાવાયો હતો. મામલતદાર, ટીડીઓ તેમજ પોલીસ કાફલો રાત્રીના જ વલભીપુર પહોંચી ગયો હતો અને જરૂરી પગલા ભરાયા હતાં અને રાત્રીના જ એનડીઆરએફની ટીમ પણ બોલાવી લેવાઈ હતી. ભારે વરસાદના પગલે હાઈ-વે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. ભાવનગર શહેર તથા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવા સાથે નદીઓમાં પુરની સ્થીતિ સર્જાઈ હતી. પરંતુ સવારે સાતેક વાગ્યે વરસાદનું જોર ઘટતા આજે સાંજ સુધીમાં પરિસ્થિતિ થાળે પડી હતી જો કે વલભીપુર પંથકમાં ભરાયેલા પાણી હજુ સાંજ સુધી પણ ઓસર્યા નથી.

Previous articleમચ્છુ ડેમ-૨ ઓવરફ્લો થયો : મોરબી-ટંકારામાં ૧૧ ઇંચ
Next articleકરચલીયા પરામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા