ધંધુકા તાલુકા કક્ષાના ૭ઢમાં વન મહોત્સવની ઉજવણીડીએ ઈંગ્લીશ એકેડમી ખાતે કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવો તથા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યુ હતું.
ધંધુકા તાલુકા કક્ષાના ૭૦માં વન મહોત્સવનો કાર્યક્રમ ડીએ ઈંગ્લીશ એકેડમી ખાતે યોજાયો હતો. આ તકે મામલતદાર આર.આર. પરમાર તથા અતિથિ વિશેષ પદે અમદાવાદ જીલ્લા પંચાયતના સદસ્ય સુરજીતસિંહ ગોહિલ, ફેદરાના સરપંચ શાળાના સંચાલક વિનોદભાઈ પટેલ, વિજયસિંહ બારડ ઉપસ્થિત રહ્યા હતાં. મહાનુભાવોને તુલશીના છોડ આપીને સન્માન કરાયું હતું. આ તકે સ્વાગત કરતા ધંધુકા રેન્જના ફોરેસ્ટ ઓફિસર યુ.બી.શેખાવતે સૌને આવકાર્યા હતાં અને પર્યાવરણ અને વન મહોત્સવના આયોજન માટે વન વિભાગની વિવિધ કામગીરીનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો. મામલતદાર પરમારે જણાવ્યું કે વૃક્ષની ઉપયોગીતાને કયારેય અવગણી ના શકાય કોંક્રીટના જંગલોની હરણફાળમાં હરિયાળા મેદાનો ભુંસાતા જાય છે. ત્યારે હવે જાગવાની જરૂર છે અને દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો જ ધરા પર ફરી હરિયાળી થઈ શકે તેમ છે. મહાનુભાવોએ શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. શાળાનો સ્ટાફ અને ગમારા છાત્રાલયના વિદ્યાર્થીઓ પણ વૃક્ષારોપણમાં ઉતસાહથી જોડાયા હતાં.