હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં પાંચ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ પડવાની અપાયેલી આગાહીના પગલે રાજ્યના અનેક જીલ્લાઓમાં મેઘરાજા એ પોતાનો પાવર બતાવ્યો છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં ગુરૂવાર મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શનિવાર સુધીમ સુધીમાં રાણપુર તાલુકાના તમામ ગામોમાં ભારે વરસાદ થતા રાણપુર સહીત અનેક ગામોમાં જળબંબાકાર થયા હતા.રાણપુર શહેરમાં ૨૪ કલાકમાં ૧૨ ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા અડધા રાણપુરમાં વરસાદી પાણી ફળીવળ્યા હતા.જેમાં મદનીનગર,ખ્વાજા પાર્ક,હનુમાનપુરી, કુષ્ણનગર, ગાયત્રી સોસાયટી,શ્રીજી વિલાસ, અણીયાળી રોડ,આંબાવાડી આ વિસ્તારોમાં કેડ સમાણા વરસાદી ભરાઈ જતા અનેક ઘરોમાં પાણી ફળીવળ્યા હતા અને ધરવખરી ને પણ નુકશાન થયુ હતુ.જ્યારે મદનીનગર,ખ્વાજા પાર્ક અને હનુમાન પુરીમાં વરસાદી પાણીની ભારે અશર જોવા મળી હતી લોકો ના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.ખાવા-પીવાની વસ્તુઓ લેવા માટે પણ લોકો બહાર નિકળી ન શકતા સ્થાનિક તંત્ર દ્વારા ટેક્ટર દ્વારા લોકોને લાવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.પાણીની જાવકવાળા નિચાણવાળા વિસ્તારોમાં આડેધડ સોસાયટીઓ બનાવી દેતા કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા.સારો એવો વરસાદ થતા રાણપુરની ભાદર અને ગોમા નદી પુર આવતા રાણપુર તાલુકાના દેવળીયા ગામે નદીમાં પંચાયતના પાણીના કુવામાં બેઠેલા ૨૫ કબુતરના મોત થયા હતા જ્યારે ફોરેસ્ટર આર.સી.ડોડીયાને જાણ થતા તાત્કાલિક દેવળીયા ખાતે પહોચી ૪૦ કબુતર ને બચાવી લીધા હતા.રાણપુરની બન્ને નદીઓમાં પુર આવતા નદી કાંઠે રહેતા પરિવારો ને રૂ.અ.શેઠ કન્યાશાળામાં ખસેડવામાં આવ્યા હતા.રાણપુર તાલુકામાં ભારે વરસાદ પડવાને લીધે ગંભીર પરીસ્થીતી ની બોટાદ જીલ્લા કલેક્ટર આશિષકુમાર ને જાણ કરતા કલેક્ટરે તમામ પરીસ્થિતી ને પહોચી વળવા તંત્ર ને આદેશ કરતા હતા તંત્ર કામે લાગી ગયુ હતુ.અને કલેક્ટરે જણાવ્યુ હતુ કે તમામ પરીસ્થીતી ઉપર મારી ચાંપતી નજર છે.દેવળીયા ગામે નદીમાં પુર આવતા સંપર્ક વિહોણુ થયુ હતુ.ભારે વરસાદ ને કારણે રાણપુર તાલુકામાં ૧૩ મકાન સંપુર્ણ પડી ગયા હતા અને ૫૦ કરતા વધુ મકાનોને નુકશાન થયા નું જાણવા મળેલ છે.જ્યારે રાણપુર તાલુકાના તમામ ગામડાઓમાં ૫ થી ૧૨ ઈંચ સુધી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ધરતી પુત્રો માં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.