ધંધુકા તાલુકાના બાજરડા – નાનાત્રાડિયા અને મોટા-ત્રાડિયા ગામો બેટમાં ફેરવાયા

669

ધંધુકા તાલુકાના બાજરડા, નાના ત્રાડિયા અને મોટા-ત્રાડિયા ગામો ફરતા ઉપરવાસના પાણી ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા હતાં. ગામ ફરતા પાણી આવી જતા આ ત્રણેય ગામો તાલુકાના મુખ્ય મથકથી સંપર્ક વિહોણા બની ગયા હતાં. જો કે શનિવારે બપોર બાદ પાણીની આવક ઘટતા પાણી ઓસરવાનું શરૂ થતા ગ્રામજનોએ અને તંત્તરએ હાશકારો અનુભવ્યો હતો.

ચુડા અને ભગુપુર વિસ્તારોમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે  તે વરસાદના  પાણીએ બાજરડા, નાના ત્રાડિયા અને મોટા ત્રાડિયા ગામોને ઘેરવાનું શરૂ કર્યુ હતું.ેશ ુક્રવારની રાત્રિથી જ પાણી ગામોમાં ફરી વળતા જોત જોતામાં ગામો બેટમાં નજરે પડ્યા હતાં. આ ઉપરાંત બાજરડા ગામના તળાવનો પાળો તુટતા જ નદી કાંઠાના બાહેલાપરા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતાં. આ ઉપરાંત પ્રાથમિક શાળા, ટેલિફોન એકક્ષચેંજ, સરકારી દવાખાનું પગીવાસ, ભરવાડ વાસ અને વાધરીવાસ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી લોકોના ઘરમાં ધુસી ગયા હતાં. આમ વરસાદી પાણીએ કલાકો માટે બાજરડા ગામને બેટ બનાવી દીધુ હતું. તો નાના ત્રાડિયા અને મોટા ત્રાડિયા ગામોને પણ પાણીની પ્રચંડ પ્રવાહે ધેરી લીધુ હતું. જો કે મામલે કોઈ નુકશાની કે જાનહાનના સમાચાર પ્રાપ્ત થતા નથી તેથી તંત્રએ પણ રાહત અનુભવી છે. બાજરડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ બીબીબેન કરીમભાઈ મહિડા દ્વારા રાત્રે બાર વાગ્યે ગામમાં ઢંઢોરી પીટીને પાણીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી હતી તેથી નદીકાંઠા અને નીચાણવાળા વીસ્તારના લોકો પાણીના પ્રકોપના કારણે સાવધાન અને સાવચેત જણાતા હતાં.

બાજરડા ગામમાં ચોવીસ કલાકથી વીજળી ડુલ

ભારે વરસાદના કારણે બાજરડા ગામ બેટમાં ફેરવાયું છે અને ગામ મુખ્ય મથકથી સંપર્ક વિહોણુ બન્યું છે. ત્યારે ખરા સમયે જ પીજીવીસીએલ કચેરીન ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ અને પાણી જેવા કપરા સમયે લોકોને વિજળીની જરૂરિયાત હોય છે ત્યારે જ ગામની વિજળી ડુલ થવા પામી છે. છેલ્લા ચોવીસ કલાકથી વિજળી ગુલ થતા લોકો હેરાન-પરેશાન થાય છે. આ અંગે પીજીવીસીએલ કંપનીના નાયબ ઈજનેરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કયા કારણોસરી વિજળી ગુલ થઈ છે તે મને ખબર થી પણ પાણી ઉતરયા બાદ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

સંપર્ક વિહોણા ગામો છતા તલાટીઓ ગેરહાજર રહ્યા

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધંધુકાના બાજરડા, નાના ત્રાડિયા અને મોટા ત્રાડિયા ગામો બેટ બન્યા છે. ત્યારે આવા સમયે જ આ ગામોમાં ફરજ બજાવતા તલાટીઓ ગેરહાજર જણાયા છે. હેડ કવાર્ટરમાં હાજર રહેવાનો જિલ્લા કલેકટરનો આદેશ હોવા છતા તેનો અમલ કરવામાં આવતો નથી. આ અંગે ધંધુકા તાલુકા વિકાસ અધીકારી મહેતાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા સંપર્ક થઈ શક્યો નથી.

Previous articleરાણપુર તાલુકામાં ર૪ કલાકમાં ૧ર ઈંચ વરસાદ
Next articleસિદસર ગામે મકાન પડ્યું