વર્ધમાનનગરના જર્જરીત મકાનો ખાલી કરાવવા ગયેલી ટીમ સામે લોકોનો રોષ

557

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ હાઉસીંગ બોર્ડના જર્જરીત મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા અંગે મહાપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક વસાહતીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

ચોમાસાની સિઝનમાં ઝાડ અને મકાન તુટીપ ડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે શહેરના ભરતનગર, વર્ધમાન નગર વસાહતમાં જર્જરીત મકાનમાં રહેતા લોકોની જાનમાલની સલામતીને ધ્યાને લઈને મહાપાલિકાની ટીમ પોલીસ અને પીજીવીસીએલના કાફલા સાથે પહોંચી હતી અને મકાન ખાલી કરવા વસાહતીઓને અનુરોધ કર્યો હતો. તંત્ર દ્વારા મકાન ખાલી કરાવવાની કાર્યવાહીના પગલે સ્થાનિક વસાહતીઓએ રોષ વ્યકત કર્યો હતો. પાંચ વર્ષ અગાઉ હાઉસીંગ બોર્ડ દ્વારા મરામત કામગીરી તેમજ રહેવાની વેકલ્પીક વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતાં વસાહતીઓએ આક્રોશ વ્યકત કર્યો હતો.

Previous articleઅછતગ્રસ્ત ગામોની મુલાકાતે એસપી
Next articleશહેરમાં વરસાદના પગલે અનેક વૃક્ષો ધારાશાયી થયા