ભાવનગર શહેરમાં શુક્રવારે પાંચ ઈંચ વરસાદના પગલે ઝાડ અને મકાન પડવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ કાફલાની ટીમે કામગીરી બજાવી હતી.
ભાવનગરની ભાદેવાની શેરીમાં આવેલ અનેક મકાન ઉપર ઝાડની મોટી ડાળી તુટી પડતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ડાળીઓ કાપી જોખમ દુર કર્યુ હતું. આ ઉપરાંત શહેરના કાળીયાબીડ, વિરાણી સર્કલ નજીક પણ ઝાડ તુટીપ ડવાની ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના વડવા વિસ્તારમાં આવેલ ખીજડાવાળી શેરીમાં મકાન તુટી પડતાં ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ભાવનગરના સિદસર ગામના આવેલ જીવણભાઈ પરમારની માલિકીનું મકાન પણ ધારાશાયી થતા સ્થાનિક આગેવાનો દોડી ગયા હતાં.