બરવાળામાં ૨૪ કલાકમાં અનરાધાર વરસાદ ૧૫ ઈંચ વરસાદ – સમગ્ર પંથક પાણી પાણી

492

બરવાળા પંથકમાં મેઘરાજા બારેમેઘ ખાંગા કરી અનરાધાર વરસાદ વરસતા ૨૪ કલાકમાં ૩૮૦ એમ.એમ.વરસાદ ખાબકતા પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા તેમજ ઉપરવાસમાં વરસાદના કારને તાલુકાના અનેકગામો બેટમાં ફરી વળ્યા હતા જયારે તાલુકાના જુના નાવડા,નવા નાવડા, વાઢેળા, જીવાપર, ચોકડી, વહિયા સહીતના ગામોમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા હતા જયારે મુશળધાર વરસાદના કારણે ડી.જે.સોલંકી (મામલતદાર) શક્તિસિંહ ઝાલા (પી.એસ.આઈ) તેમજ જી.સી.પટેલ (ચીફ ઓફિસર) સહીતના કર્મચારીઓ ખડે પગે રહી પીડિતોની બચાવ કરવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં તા.૦૯/૦૮/૨૦૧૯ ના રોજ સવારથી જ મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા હતા જે ધીરે ધીરે સાંજ પડતા પડતા રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ગયા જયારે ૨૪ કલાકમાં બરવાળા પંથકમાં ૩૮૦ એમ.એમ. વરસાદ નોંધાયો હતો જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઇ ગયું હતું તાલુકાના ગામોમાં નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા વરસાદ સાથે ફુંકાતા પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાઈ થયા હતા જે તંત્ર દ્વારા રોડ-રસ્તા ઉપરથી દુર કરાવવામાં આવ્યા હતા.તાલુકાના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલ તેવા લોકોને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા હતા જયારે ૩૮૦ એમ.એમ.વરસાદના કારણે સમગ્ર પંથક જળથી તરબોળ થઇ ગયું હતું રોડ-રસ્તા ઉપર પાણી-પાણી જ હોવાના કારણે રોડ-રસ્તા બંધ થઇ જવા પામ્યા હતા મુશળધાર વરસાદના કારણે બરવાળા તાલુકાના બરવાળા, જુના નાવડા,નવા નાવડા,વાઢેળા, જીવાપર,ચોકડી,વહિયા સહીતના ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને રોડ-રસ્તા,લાઈટ,મોબાઈલ નેટવર્ક સેવાઓ બંધ થઇ જતા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જયારે અન્ય ગામોમાં નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ ઘરોમાં ભરાયેલ લોકોને સરકારી શાળાઓમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે અનરાધાર વરસાદના કારણે તાલુકાના ગામોમાં અનેક મકાનો પણ ધરાશાઈ થયા હતા તેમજ ઘરવખરી પણ પાણીમાં તણાઈ જવા પામી હતી.બરવાળા તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે ઉતાવળી નદી બે કાંઠે વહી હતી.

Previous articleશહેરમાં વરસાદના પગલે અનેક વૃક્ષો ધારાશાયી થયા
Next articleદિશા પટણીને ડેટ કરવા પર સવાલ પૂછાતા ટાઇગર બોલ્યોઃ મારું આટલું ગજું નથી