ટાઇગર શ્રોફ અને દિશા પટણીનો સમાવેશ બોલીવૂડની હિટ જોડીઓમાં થાય છે. એટલું જ નહીં બન્નેના ડેટિંગને લઇને પણ અનેક અફવાઓ વહેતી થઈ છે. જો કે હવે આ સવાલનો જવાબ ટાઇગરે પોતે જ પોતાની ઇન્સટાગ્રામ સ્ટોરી મારફતે આપ્યો છે. ટાઇગર શ્રોફને આસ્ક મી એ ક્વેશ્ચન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ દિશા પટણીને ડેટ કરી રહ્યા છે? આ અંગે ટાઇગરે જણાવ્યું કે, મારું આટલું ગજું નથી.ટાઇગર શ્રોફ અને દિશા પટણી મોટાભાગના ફંક્શન દરમિયાન એક સાથે જ જોવા મળે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બન્ને અલગ થઇ ગયા છે. જો કે બાદમાં ટાઇગર શ્રોફ અને દિશા પટણી સાથે જોડાયેલા નજીકના સૂત્રોએ આ વાતનો ઇન્કાર કરી દીધો હતો.ટાઇગર શ્રોફને ડેટિંગ સિવાય પણ અનેક ખાનગી સવાલ પૂછવામાં આવ્યા હતા. બોલીવૂડ એક્ટરે તેમના આઇડલ અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, તેઓ બ્રૂસલી, ઋતિક રોશન, માઇકલ જેક્સન અને પિતા જેકી શ્રોફને પોતાના આઇડલ માને છે. આ ઉપરાંત ટાઇગર શ્રોફે જણાવ્યું કે, તેમણે ચાર વર્ષની ઉંમરથી જ માર્શલ આટ્ર્સ શીખવાનું શરૂ કરી દીધું હતું.
Home Entertainment Bollywood Hollywood દિશા પટણીને ડેટ કરવા પર સવાલ પૂછાતા ટાઇગર બોલ્યોઃ મારું આટલું ગજું...