રેસલર ડ્‌વેન જોનસનની પુત્રી સિમોન જોનસન રિંગમાં ઉતરશે

593

હોલિવૂડના સૌથી મોંઘા અભિનેતા અને ઉઉઈના ધમાકેદાર રેસ્લર રહી ચૂકેલા ડ્‌વેન જોનસન ઉર્ફ ધ રોકની પુત્રી સિમોન જોનસનની ઉઉઈ પરફોર્મેંસ સેન્ટરમાં ટ્રેનિંગ ચાલી રહી છે. સૂત્રો મુજબ તાજેતરમાં ધ રોક સિમોનને મળવા માટે આવ્યા હતા.

જણાવી દઈએ કે સિમોનની માં અને ધ રોક એક્સ વાઈફ ડૈની ગાર્સિયા પણ વૂમન રેસ્લર રહી છે અને ઉઉઈ ચેમ્પિયન પણ તેણે જીત્યું હતુ. આ રીતે સિમોન જોનસને પણ મમ્મી પપ્પાના રસ્તે જવાનો નિર્ણય લીધો છે. તેની માટે તેણે જોરદાર અંદાજમાં ટ્રેનિંગ પણ લેવા જઈ રહી છે.

ધ રોકની પુત્રી સિમોન જોનસન પોતાના પરિવારની ચોથી પેઢીની રેસ્લર બનવા તૈયાર છે. સિમોન જોનસન ૧૭ વર્ષની છે અને આ ૧૪ ઓગષ્ટે પૂરી ૧૮ વર્ષની થઈ જશે. જણાવી દઈએ કે હોલિવૂડ સ્ટાર ધ રોકની પુત્રી સિમોને એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતા જણાવ્યું કે તે ૯-૧૦ વર્ષની ઉંમરમા જ રેસ્લરની દુનિયામાં આવવા માંગતી હતી. તે હંમેશાથી રેસ્લર બનવા માંગતી હતી અને આ રીતે જલ્દી જ ધ રોક પરિવારનો સદસ્ય રિંગમાં તહલકો મચાવતો જોવા મળશે.

Previous articleવરૂણ-સારાની ફિલ્મ કુલી નંબર-૧નું ટીઝર પોસ્ટર રિલિઝ
Next articleટિ્‌વટર પર સચિન તેંડુલકરના ફોલોઅર્સની સંખ્યા ૩ કરોડને પાર