સરહદ પર સૈનિકો સલામત નથી અને ગામડામાં ખેડૂતો સુખી નથી : તોગડીયા

1297
bvn1352017-9.jpg

ભાવનગર ખાતે ચાલતા બજરંગદળના શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપવા આવેલા વિહિપમાં આ.રા. કાર્યાધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયાએ સરહદ ઉપર સૈનિકો સલામત નથી અને ગામડાઓમાં ખેડૂતો સુખી નથી તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ભાવનગરના રઘુકુળ વિદ્યાધામ ખાતે ચાલી રહેલા બજરંગદળના શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપવા આવેલા વિશ્વ હિન્દુ પરિષદના આ.રા. કાર્યાધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયાએ આજે પત્રકાર પરિષદમાં દેશની ચિંતા વ્યક્ત કરતા જણાવેલ કે હાલની પરિસ્થિતિમાં સરહદના સિમાડે પાકિસ્તાન દ્વારા કરાતા હુમલાઓથી સૈનિકો સલામત નથી અને ભાવો ગગડતા ગામડાઓમાં જગતનો તાત એવા ખેડૂતો સુખી નથી. સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા તથા ખેડૂતોને ડુંગળી, મરચા, તુવેરદાળ સહિતના પોષણક્ષમ ભાવો આપવા જોઈએ જેથી કરીને ખેડૂતોની હત્યા ઘટે.

Previous articleપાલીતાણમાં યોજાનાર આરોગ્ય કેમ્પ સંદર્ભે ડો.તોગડીયાની ઉપસ્થિતિમાં મળેલી બેઠક
Next articleસ્ટેન્ડીંગની બેઠકમાં ૩૩ ઠરાવોને સર્વાનુમતે બહાલી