આઇસીસી હાલ એક નવો મુસદ્દો ઘડીને સામે આવ્યુ છે જેનો હાલ જોરદાર વિરોધ થઈ રહ્યો છે જેમાં આઇસીસી પણ જોડાયુ છે. આઇસીસીએ દુનિયા ભરના ક્રિકેટ બોર્ડની સામે આ મામલો રજૂ કર્યો છે જેમાં તમામ બોર્ડ પોતાનું ઘરેલુ ટૂર્નામેન્ટનું આયોજન કરે ત્યારે મંજૂરી લેવી પડશે. જેમાં આઇસીસી, બિગ બૈશ જેવી ટી ૨૦ ક્રિકેટ લીગનો સમાવેશ થાય છે, જેમાં ઇન્ટરનેશનલ ખેલાડી પણ રમે છે.
આ લીગ સિવાય ઘરેલુ સર્કિટની ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી, દીલીપ ટ્રોફી જેવા ઘરેલુ ટૂર્નામેન્ટ્સનો સમાવેશ થાય છે. બીસીસીઆઇ એ આઇસીસીના આ નવા નિયમનો વિરોધ કર્યો છે. આઇસીસી ક્યારેય એવું ન ઇચ્છે કે તે પોતાના ઘરેલુ ટૂર્નામેન્ટ જેમાં આઇપીએલ જેવી મહત્વની ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે. જેમાં આયોજન માટે આઇસીસીની મંજૂરી લેવી પડી હતી.આઇસીસીના આ નવા નિયમથી ઇન્ટરનેશનલ ખેલાડી પોતાના બોર્ડ દ્વારા ટી ૨૦ લીગ સિવાય બીજા દેશોના એક લીગમાં રમી શકશે. દુનિયાભરના ક્રિકેટ બોર્ડ દ્વારા ૧૦૦થી વધારે ઘરેલુ ટૂર્નામેન્ટ્સ રમવામાં આવે છે. આઇસીસી માને છે કે આ ટૂર્નામેન્ટમાં આઇસીસીનો રોલ ખુબજ સીમિત રહી જશે. આ અધિકારીએ જણાવ્યુ કે આ પ્રસ્તાવ પર બીસીસીઆઇ પોતાની પરમીશન આપી પોતાનું મંતવ્ય રાખી અને આઇસીસીને પરત મોકલી આપશે.
આઇસીસીના આ નવા નિયમ વિરૂદ્ધમાં માત્ર બીસીસીઆઇ જ નહી પણ આઇસીસીને મજબૂત બનાવવા બીજી ક્રિકેટ બોર્ડ જેમકે ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટબોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ આના વિરોધમાં છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યુ કે એક્ટિવ ઇન્ટરનેશનલ ક્રિકેટરને જો ફક્ત એક લીગમાં રમવાનો મોકો મળશે તો ખુબજ શક્યતાઓ છે કે જે દેશોમાં ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ,સીએ અને ઈસીબીની જેમ મજબુત કોન્ટ્રેક્ટ ન આપે તો ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ટૂંક સમયમાં સંન્યાસ લઈ લેશે.