ટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો

357

શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે છેલ્લા સપ્તાહમાં ૮૭૯૬૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવર અને એચડીએફસી બેંકને સૌથી વધારે ફાયદો થયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસ, એચડીએફસી, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. જ્યારે આરઆઈએલ, આઈટીસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં નુકસાન થયું છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી આ ગાળામાં ૨૨૧૪૫.૯૨ કરોડ રૂપિયા વધીને ૩૯૮૨૯૦.૯૨ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૧૮૨૬૪.૯૩ કરોડ રૂપિયા વધીને ૬૨૩૮૯૨.૦૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી ૧૫૧૪૮.૧૫ કરોડ રૂપિયા વધીને ૩૮૧૬૧૯.૩૪ કરોડ રૂપિયા થઇ છે જ્યારે ટીસીએસની માર્કેટ મૂડી ખુબ ઝડપથી વધીને હવે ૮૪૨૬૩૫.૫૧ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૬૩૩૫.૧૯ કરોડ રૂપિયા વધીને નવી ઉંચી સપાટીએ પહોંચી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. ટોચની ૧૦ કંપનીઓ પૈકી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં તેજી રહી છે. તેજી રહેવા માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા છે. ટોચની ૧૦ કંપનીઓમાં ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર છે. આરઆઈએલ કરતા તેની માર્કેટ મૂડી ખુબ વધારે થઇ ચુકી છે. આવી સ્થિતિમાં શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં ટુંકા કારોબારી સેશનમાં માર્કેટ મૂડી વધારવાને લઇને સ્પર્ધા જામી શકે છે. આવતીકાલે શેરબજારમાં બકરી ઇદની રજા રહ્યા બાદ ટૂંકા કારોબારી સેશનની શરૂઆત થશે.

Previous articleકોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા FDIને મંજુરી
Next articleઅમરેલીમાં હીરા વેપારી હનીટ્રેપમાં ફસાયોઃ બે આરોપીઓની ધરપકડ