જિલ્લામાં ભારે વરસાદથી એક તરફ ખેડૂતોની સાથે લોકો આનંદ અને ઉત્સાહ ફેલાઈ ગયો છે તો વરસાદ કેટલાક લોકો માટે આફત લઈને પણ આવ્યો છે. વઢવાણના ફાટસર વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી ભરાયા છે તેથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. પોતાને સમસ્યામાંથી બહાર કાઢવા અસરગ્રસ્તોએ રસ્તા પર ચક્કાજામ સાથે રામધૂન બોલાવી હતી.
પાણીની ભરાવાના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા અસરગ્રસ્તોએ ફાટસર રેલવે ફાટક પાસે રોડ પર આવી ચક્કાજામ કર્યો હતો.
અસરગ્રસ્તોએ બાયપાસ રોડ પર રામધૂન બોલાવી હતી. જેમાં મહિલાઓ પણ સામેલ થઈ હતી. પાણીનો નિકાલ ન થતાં અસરગ્રસ્તોને રામધૂન બોલાવીને ચક્કાજામ કરવાની ફરજ પડી હતી.
ચક્કાજામના કારણે પવાર રોડની બંને બાજુ ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ હતી. અસરગ્રસ્તોએ રજૂઆત કરી હતી કે વરસાદ બંધ થવા છતાંય તેમના ઘરો પાસે એકત્ર થયેલા પાણીનો નિકાલ નથી કરવામાં આવતો.
ફાટસર વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાંય પાણી ભરાયું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.