વરસાદી પાણીનો નિકાલ જીઆઇડીસીમાં થઇને ગટરમાં જતુ રહેતું હતું. પરંતુ જીઆઇડીસી અને આદીવાડા વચ્ચે દિવાલ ચણી લેતા વરસાદી પાણીનો નિકાલ નહી થવાથી માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ અંદાજે ૩૦ ઘરોમાં પાણી ભરાયા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
શુક્રવારે ચોવીસ કલાકમાં ત્રણેક ઇંચ વરસાદ પડતા જ નગરના માર્ગો પાણીમાં અદ્દશ્ય થઇ ગયા હતા. જ્યારે ત્રણ ઇંચ વરસાદમાં આદિવાડીની હાલત કફોડી બની ગઇ હતી. આદિવાડા ભલે પાટનગરમાં સમાવિષ્ટ હોય પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઇ જ નક્કર વ્યવસ્થા કરવામાં નહી આવતા દર વર્ષે ચોમાસામાં આવી પરિસ્થિતિ સર્જાતિ હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.