ચાલુ રિક્ષા પર ઝાડ પડતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત, બે ઇજાગ્રસ્ત

463

શહેરના મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે લીંમડીનું ઝાડ ચાલુ રિક્ષા પર પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે મણિનગર જતો રસ્તો હાલ માટે બંધ કરાયો છે. ફાયર વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી ઝાડ નીચે દબાયેલા ચાલકના મૃતદેહને રિક્ષામાંથી બહાર કાઢ્યો હતો. ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Previous article૫ ઈંચ વરસાદમાં ૪૭ સ્થળે પાણી ભરાયાં, મ્યુનિ.એ હજાર પમ્પ મૂકીને ૪ કલાકમાં જ ૨૦૦ કરોડ લિટર પાણી ઉલેચ્યું
Next articleઅમદાવાદીઓએ દશામાની મૂર્તિઓ નદીમાં પધરાવાની જગ્યાએ બહાર મૂકી