ભારત પર ’અફઘાની અટેક’ કરવાની તૈયારીમાં ISI : હાઇએલર્ટ જાહેર

425

ગુપ્તચર વિભાગે દેશમાં આતંકી હુમલાની ચેતવણી આપી છે. ગુપ્તચર વિભાગના અહેવાલ બાદ સુરક્ષાબળના જવાનો અને સુરક્ષા એજન્સીઓને પણ અલર્ટ કરી દેવામાં આવી છે. સુત્રોનું માનીએ તો આઈબીએ ૧૫ ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું અલર્ટ જાહેર કર્યુ છે.

આ હુમલાને અંજામ આપવા માટે અફઘાનિસ્તાનના નાગરિકોનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે અન્ય એક ઈનપુટ મુજબ આતંકી સંગઠન ISISના ભારતમાં રહેલા સમર્થકો દ્વારા મોટો હુમલો થઈ શકે છે. બકરી ઈદ એટલે કે આવતીકાલે ઈદની નમાજ સમયે હુમલો થઈ શકે છે. ૧૫ ઓગસ્ટ પહેલા આતંકીઓના નિશાને પર મોટી સરકારી સંસ્થાઓ છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ નેટવર્ક, જેમ કે રેલવે, બસ, મેટ્રો અને એરપોર્ટ પણ આતંકીઓના નિશાને છે.જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પીઓકેમાં આશરે એક ડઝન આતંકી અડ્ડા સક્રિય થઇ ગયા છે.IANS પ્રમાણે ઇસ્લામાબાદે પીઓકે અને જમ્મુ કાશ્મીરથી લગતી સીમા પર એક ડઝન આતંકી અડ્ડી સક્રિય કરી દીધા છે.

જમ્મુ કાશ્મીરથી ધારા ૩૭૦ હટાવ્યા બાદથી આતંકી અડ્ડામાં ગત સપ્તાહે ઘણી ગતિવિધિઓ જોવા મળી હતી. ઉચ્ચ ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી પાસે આવેલા પીઓકે ક્ષેત્રના કોટલી, રાવલકોટ, બાઘ અને મુઝફ્ફરબાગમાં આતંકી અડ્ડા પ્રત્યક્ષ રૂપથી પાકિસ્તાની સેનાના સહયોગથી ફરીથી સક્રિય થઇ ગયા છે જેને જોતા ભારતીય સુરક્ષા બળોને હાઇ અલર્ટ પર રાખવામાં આવી છે.

Previous articleમોદી-શાહ કૃષ્ણ-અર્જુનની જેમ છે : રજનીકાંતનો મત
Next articleચીની નેતાઓ સાથે મંત્રણા માટે જયશંકર હવે ચીનમાં