મુસ્લિમ સમાજના અગ્રણી અને વર્ષોથી અલગનાં વ્યવસાય સાથે જોડાયેલા તળાજાના રહીશ એવા ગાજી એન્ટરપ્રાઈઝ, ગાજી મરીન વાળા રમજાનભાઈ વસાયા (રમજાન બાપુ) દ્વારા દર વર્ષની માફક વૃતમાન ચોમાસાની સિઝનમાં પણ પુર હોનારતની સ્થિતિમાં ફસાયેલા લોકોને તંત્ર આદેશ કરે તો બચાવ કામગીરી કરવાની તૈયારીમાં છે. તેમની પાસે રેસ્કયુનો સંપુર્ણ સામાન તથા ટ્રેઈની સ્ટાફ તૈયાર છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસાની સિઝનમાં બચાવ કામગીરી કરી રહ્યા છે.
તળાજામાં રહેતા અને અલંગ ખાતે વ્યવસાય કરતા મુસ્લિમ વેપારી રમજાનભાઈ વસાયા પુર હોનારતના સમયમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વિનામુલ્યે સેવા-સાધનો આપે છે. તેમની પાસે રહેલી વિદેશની બોટ કે જે બે ફુટ પાણીથી લઈને જળબંબાકાર સ્થિતિમાં પણ ખાંચા-ગલીઓમાં સરળતાથી જઈ શકે છે. અને પુરમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરી બચાવી શકાય છે. જરૂર પડે આ બોટ પણ વિનામુલ્યે આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના પગલે તેમણે રેસ્કયુના સાધનો સાથે ટ્રેઈની સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યો છે. તેમના દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
રમજાનબાપુના ગાજી મરીન અલંગ પ્લોટમાં હાલમાં બે ઈલેકટ્રોક બોટ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત બોયા તથા પુરમાં ફસાયેલા લોકોને બચાવવા લાઈફ જેકેટનો પણ સ્ટોક રાખવામાં આવ્યો છે. તેમની પાસે બોટ ચલાવવા માટે અને પુરમાં ફસાયેલા લોકોને બચાવવા માટેનો ટ્રેઈની સ્ટાફ પણ ઉપલબ્ધ છે અને આ તમામ સાધનો જયાં જરૂર પડે ત્યા વિનામુલ્યે રમજાનભાઈ વસાયા મો.નં. ૯૮રપ૧૭ર૯૦૯ પર જાણ કરવાથી તથા તંત્ર દ્વારા આદેશ કરાશે ત્યાં મોકલવામાં આવશે આફત ગ્રસ્તોએ આ બાબતે વહિવટી તંત્રનું ધ્યાન દોરવાથી તંત્રના આદેશથી નિશુલ્ક સેવા મળી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.