ઐતિહાસિક સાબરમતી જેલમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને મૂક સેવક રવિશંકર મહારાજના સ્મૃતિ સ્થળની સ્થાપના થતા ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે અભિવાદન કરાયુ હતુ.આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી,સહકારી ક્ષેત્ર ખેડુત આગેવાન દાનજીભાઈ ફરજીભાઈ ડાભી,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી સહીત અનેક આગેવાનો તથા ખાદી સંસ્થાનો સ્ટાફ હાજર રહ્યો હતો.