રાણપુરમાં સામાજીક આગેવાનો દ્વારા સરાહનીય કામગીરી કરાઈ

784

બોટાદ જીલ્લાના રાણપુરમાં ભારે વરસાદ પડવાના પગલે નિચાણવાળા વિસ્તારોમાં કેડ સુધીના પાણી ભરાઈ ગયા હતા અને લોકોને બહાર નિકળવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી તથા સામાજીક આગેવાનો અનિશભાઈ માંકડ,પરવેજ કોઠારીયા, અનવરભાઈ સીદાસર, ઈરફાનભાઈ ખલાણી, રફીકભાઈ માંકડ, તન્વીરભાઈ કોઠારીયા સહીતના આગેવાનો દ્વારા ટેક્ટર મારફતે નિચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકો ને જરૂરી મદદ કરવામાં આવી હતી અને કેટલાક લોકોનું સ્થળાંતર કરીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી..

Previous articleનળકાંઠા ખાદી મંડળમાં અભિવાદન
Next articleદામનગર પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક મળી