રાણપુર ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે પાણી ભરાતા ભારે હાલાકી

457

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલી વિશ્વ પ્રખ્યાત એકમાત્ર ઊની સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે વરસાદી પાણી ભરાઈ જતા સંસ્થામાં જ્યા જોવો ત્યાં પાણી જ પાણી દેખાતુ હતુ.જ્યારે આ બાબતે સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુરમાં ભારે વરસાદ થતા અમારા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયુ હતુ સંસ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે અમારા સ્ટાફ દ્વારા તમામ વસ્તો ઉપર સુરક્ષીત જગ્યાએ પહેલાથી જ મુકી દેવામાં આવતા કોઈ ખાસ નુકશાન થયુ નથી પણ પાણી ભરાઈ જતા સંસ્થા ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Previous articleધંધુકાના બાજરડા ગામે ચતુરી નદી પર પુલ બનાવવાની માંગ ઉઠી..!
Next articleસુખભાદર ડેમમાં ૧ર ફુટ નવા પાણીની આવક થતા લોકો ખુશ