બોટાદ જીલ્લાના રાણપુર ને પીવાનું પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા સુખભાદર ડેમમાં નવાનીર ની આવક થઈ છે.રાણપુરમાં ભર ઉનાળા અને ચોમાસા દરમ્યાન ૧૦ થી ૧૨ દિવસે પીવાનું પાણી મળે છે.અને હાલ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભરપુર વરસાદ થયો છે અને તમામ નાના-મોટા ડેમ માં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.ત્યારે સુખભાદર ડેમ ના ઉપરવાસના વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે જેના લીધે સુખભાદર ડેમમાં ૧૨ ફુટ પાણીની આવક થઈ છે અને રાણપુર ગ્રામ પંચાતના કુવા પણ છલકાઈ ગયા છે.રાણપુર ના લોકો ને આશા છે કે હવે ત્રીજા-ચોથા દિવસે પાણી મળશે.હવે જોવુ એ રહ્યુ કે રાણપુરના લોકો ને ક્યારથી ત્રીજા કે ચોથા દિવસે પીવાનું પાણી મળે છે.હાલ તો સુખભાદર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા રાણપુરના લોકોમાં આનંદ છવાઈ ગયો છે.