ભાવનગરમાં શાસ્ત્રીય વાદ્ય સંગીત ઉત્સવનું આયોજન

467

ગુજરાત રાજ્ય રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહ્યોગથી વર્સેટાઈલ મ્યુઝીક એકેડેમી દ્વારા યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે શાસ્ત્રીય વાધ્ય સંગીત ઉત્સવ-૨૦૧૯ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી દવેએ જણાવ્યુ હતું કે વ્યક્તિના જીવનમાં સંગીતનું અનેરુ મહત્વ હોય છે.  તેમણે ભાવનગરના આંગણે શાસ્ત્રીય સંગીતના  આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારોના  કાર્યક્રમનું આયોજન કરવા બદલ  જે. એમ. ભટ્ટ, જીગ્નેશ શેઠની પ્રશંસા કરી હતી.  આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા તબલા સોલો, સીતાર વાદન સહિતના શાસ્ત્રીય વાધ્ય સંગીત રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવામા આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પુર્વ સાંસદ રાજુભાઈ રાણા, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ,જુનાગઢ યુનિ. ના વાઈસ ચાન્સેલર ચેતન ત્રિવેદી, મેયર  મનહરભાઈ મોરી, નાયબ મેયર  અશોક બારૈયા,શાસકપક્ષના નેતા  પંડ્યા, મ્યુ. કમિશ્નર એમ. એ. ગાંધી, સ્ટે. કમીટીના ચેરમેન યુવરાજસિંહ, શિક્ષણ સમિતીના ચેરમેન નિલેશ રાવલ, જીગ્નેશ શેઠ  સહિતના મહાનુભાવો, શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleગામ ફરતે પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતાં ત્યારે જ ગામના યુવાનને ઝેરી જંતુએ દંશ માર્યો
Next articleદશામાની મુર્તિઓનું વિસર્જન