ગુરૂકુળ વિવિલક્ષી હાઈસ્કુલ સોનગઢમાં એનએસએસ યુનિટ, સુરક્ષા સેતુ અને આસોપાલવ ઈકો કલબના સ્વયંસેવકો દ્વારા વિશ્વ સિંહ દિવસ ઉજવાઈ ગયો.
ફોરેસ્ટ કર્મચારી મુકેશભાઈ કરમટિયાએ રેલીનું પ્રસ્થાન કરાવતાં તમામ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલીક ાઢી સિંહનું મહત્વ વિશેના નારા, પોસ્ટરો અને સિંહના મહોરા પહેરી ગામના લોકોને જાગૃત કરેલ. ત્યાર બાદ શાળામાં પરત આવી સભાના રૂપમાં એકત્ર થતાં એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર પીઠાભાઈ અને શુકલ ભાઈએ સિંહને લગતી વિશિષ્ટ માહિતી જેવી કે સિંહનું કુળ, સિંહનું નિવાસ સ્થાન, તેની અગત્યતા, વજન, પ્રજનન આયુષ્ય, એશિયાઈસિંહ બચાવવા આપણે શું કરી શકીએ ? તેમજ સિંહ અંગેની માન્યતાઓ અને ગેર માન્યતાઓ તેમજ સિંહને લગતા કાયદાઓ વિશેની માહિતી આપી સિંહ બચાવવામાં પોતાની ભાગીદારી હંમેશા રાખશે તેવો સંકલ્પ કરાવેલ.