પાલીતાણા ખાતે યોજાનારા ઢેબરીયા મેળોમાં જાહેર આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર જાહેરનામુ જારી 

2000
bhav24-2-2018-6.jpg

આગામી તા.૨૬-૨૭/૦૨/૨૦૧૮ના રોજ પાલીતાણા ખાતે ફાગણ સુદ-૧૩નો જૈન સમાજનો ’ઢેબરીયો મેળો’ યોજાનાર હોઇ, અને તેમા પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર થઇ આદપુર, ઘેટી વિગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોવાથી, કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીના પાઉચ/બોટલો, તમાકુ, પાન મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય, તેનું નિયમન કરવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મને ઉમેશ વ્યાસ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર  આ છ’ ગાઉ યાત્રાનાં માર્ગની આજુ બાજુ પાલીતાણા તળેટી, પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ તેમજ છ’ ગાઉ યાત્રાનાં રસ્તે તેમજ આદપુર ગામમાં તા.૨૬/૦૨/૨૦૧૮ થી તા.૨૭/૦૨/૨૦૧૮, દિન-ર દરમ્યાન, કોઇએ કચરો નાંખવો નહીં, પાણીનાં પાઉચ, દુધનાં પાઉચ, બોટલો, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ નાંખવી નહીં તેમજ બીડી, સીગારેટ, પાન, મસાલા, ગુટકા, તમાકુનો ઉપયોગ કરવા ઉપર ફરમાવેલ. જાહેરનામાનો અમલ તથા તેનાં ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.’’

Previous article લોકોના કલ્યાણ માટે રૂ. ૧,૮૩,૬૬૬ કરોડની માતબર રકમનુ નાણાકીય વ્યવસ્થાપન : વિજય રૂપાણી
Next article શહેરની મહેંદી સ્કુલમાં નિલમ ગોયલનો સેમિનાર યોજાયો