ભાવનગર શહેરની મહેંદી સીનીયર સેકન્ડરી સ્કુલમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ. સેમીનારનો વિષય હતો ’’ક્ષેત્ર- જિલ્લા, રાજય તેમજ દેશનો સર્વાગી વિકાસની ચાર મહત્વપૂર્ણ યોજનાઓ તેમજ ભારતનો પરમાણું ઉર્જા કાર્યક્રમ.
પરમાણું સહેલીને વિધાલય ના તમામ વિધાર્થીઓ, વિધાર્થીનીઓ તેમજ સ્ટાફને ચલચિત્ર તેમજ એનાઉસમેન્ટના માધ્યમથી સમજાવ્યુ કે ભારત માં ચારે બાજુ વિકાસના ત્રણ મહત્વના માધ્યમો છે.
(૧) ખેતી (ર) ઉધોગ (૩) સેવાઓ આ ત્રણેય માધ્યમોની મુખ્ય જરૂરીયાત છે વિજળી ( મુખ્યત્વે વિધુત ઉર્જા) ભારતની ચાર મહાત્વાકાંક્ષી યોજનાઓ :- ભારતની તમામ નદીઓનો આધારસ્તંભ., ભારતમાં ગામે ગામ, મહોલ્લા, મહોલ્લા, મહોલ્લા, શહેર તેમજ રાજધાનીઓને માર્ગો સાથે જોડતી વિશ્વસનીય વ્યવસ્થા, ભારતમાં પ્રતિ વર્ષ અંદાજે પ૦૦૦ યુનિટ પ્રતિ વ્યકિત સંપૂર્ણ વિજળીનું ઉત્પાદન, ભારતની સંપૂર્ણ ફળદ્રુપ જમીન ૧૬૦૦ લાખ હેકટર પર સ્વદેશી ઉત્કર્ષ કેન્દ્રીય કૃષી ઉત્પાદન. પરમાણું સહેલીએ જણાવ્યુ કે ૧૦ થી રપ વર્ષ પહેલાનું ભારત જેની ચાર મહત્વપૂર્ણ યોજનાઓ નો અગર સમયાવધીમાં સફળતા પૂર્વક આયોજન થઈ રહયું હોત તો આજે ભારતની પ્રતિ વ્યકિત અંદાજે આવક ૧પ.૦૦ લાખ રૂપીયા સુધી હોત (વર્તમાનમાં આ આવક માત્ર ૮૦,પ૦૦/- રૂપિયા છે.) ભારતની ૬૮ ટકા જનતા જે ગામડાઓની આજુબાજુમાં વસવાટ કરે છે અને તેઓની વર્તમાન વાર્ષિક આવક ૧ર.૦૦ લાખ રૂપિયા સુધી પહોચી હોત. ચીનમાં પ્રતિ વ્યકિત આવક પ.પ૦ લાખ રૂપિયા છે. ફ્રાંસ, જાપાન, બ્રિટન, રશીયા, જર્મની ની પ્રતિ વ્યકિતની આ આવક ૧પ.૦૦ લાખ રૂપિયાથી લઈ રર.૦૦ લાખ રૂપિયા સુધી છે. અમેરીકાની પ્રતિ વ્યકિત આવક ૩ર.૦૦ લાખ રૂપિયા છે.
ભારતની પાસે વિશ્વના કોઈપણ અન્ય દેશની તુલનામાં ગુણવત્તા રૂપે બહુજ પ્રાકૃતિક સંપતિ છે. ભારતની પાસે ઉત્કૃષ પ્રકારના અર્થશાસ્ત્રી, શાસક, પ્રસાશક, વૈજ્ઞાનિક, વિચારક, યોજનાકાર, ઉધોગપતિ, પ્રબંધક , ન્યાયાધીક, એન્જીનીયર, અધિકારી, કર્મચારી, કાર્યદક્ષ તેમજ કામદાર પણ છે. અને ભારતની તેમના વ્યાપારી મિત્ર દેશોની સાથે સકારાત્મકતા ભર્યા સબંધો પણ છે. સમગ્ર વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પણ સર્વોચ્ચ પ્રકારની રહી છે. ભારતની જનતા કે શારીરીક ક્ષમતા પણ સર્વોત્તમ છે. ભારતનું લોકતંત્ર સર્વોત્તમ પ્રકારનું છે.
આ તમામ હકીકતો હોવા છતાં એવી શું કમી છે કે ભારતમાં સમગ્ર જન-કલ્યાણ, સમગ્ર વિકાસની ચાર મહત્વપૂર્ણ યોજનાઓની સફળતાના રસ્તામાં નીચે મુજબની ચાર ચુનૈાતીઓ જેવી કે પ્રથમ ચુનૈાતી- આંતરરાષ્ટ્રીય સબંધ, બીજી- આંતરરાજય સબંધ, ત્રીજી- વળતરની રકમ, ચોથી- બજેટની સમસ્યા. આ ચારેય ચુનૈાતીઓનો અવરોધ છે ’’ ભારતની પહેલીથી માંડી છેલ્લે સુધીની જનતામાં આ ચાર મહત્વપૂર્ણ યોજનાઓના સંદર્ભમાં વાસ્તવિકતામાં સાંસારીક જ્ઞાનની કમી છે. ભારતની પરમાણુ સહેલીએ બતાવ્યુ કે ચારે બાજુનાં વિકાસની આ યોજનાઓનો વિરોધ નથી કરવાનો. પરંતુ તેમની ક્રિયામાં આપણે નૈતિક સમર્થન આપવાનું છે. એક પ્રજાતાંત્રિક દેશમાં સત્તા વિકાસની જેટલી જવાબદારી શાસનકર્તાની છે એટલી જ જવાબદારી જનતાની પણ થાય છે.