પતિએ દહેજની માંગણી કરી પત્નીના હાથ પર સિગારેટના ડામ આપ્યા

475

મુંબઇ બોરીવલીની યુવતીએ વડોદરા બકરાવાડી પાસે રહેતા યુવક સાથે લગ્ન કર્યાના ૬ મહિનામાં જ સાસરિયાએ ત્રાસ ગુજાર્યો હતો. પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તે શુક્રવારે માતા-પિતાને લઇ પરત આવતાં પતિએ પત્નીના હાથ પર સિગારેટના ડામ આપ્યા હતાં, સાસુના લંડનના વ્યક્તિ સાથેના સંબંધને કોઇને જાણ કરીશ તો ગરમ તેલ નાખવાની પણ ધમકી આપી હતી.

મુંબઇના યુવતીના લગ્ન ગત ૧૧ ફેબ્રુઆરીએ બકરાવાડી પાસે વિજય સોસાયટીના મિતુલ સાથે થયા હતાં. લગ્નમાં પિતાએ ૨૫ લાખ અને દાગીના કરિયાવરમાં આપ્યા હતાં. લગ્ન બાદ હોળીના તહેવારમાં પણ રૂા. ૫ લાખ આપ્યા હતાં. તહેવાર બાદ પરીણિતાએ પિયરમાં જવાનું કહેતા પતિએ કાર ખરીદવા રૂપિયા લઇને આવજે નહીં તો ઘરમાં પ્રવેશવા દઇશ નહીં તેવી ધમકી આપી હતી. ૨ મહિના પહેલા ડભોઇ સ્થિત ફાર્મહાઉસમાં સાસરિયાએ પાર્ટી રાખતા પતિના મિત્ર આશિષે તેને હાથ લગાવવાની કોશિશ કરી હતી. તેણીએ પ્રતિકાર કરતાં પતિએ લાફો માર્યો હતો.ત્યારબાદ તે વાસણા ખાતે રહેતી બહેનના ઘરે આવ્યા બાદ પતિ પરત લઇ ગયો હતો.

આ સમગ્ર ઘટના બાદ પરીણિતા સાસરિયે જતી રહી હતી. દરમિયાન તેનો પતિ મિતુલ તેને પરત વડોદરા લઈ આવ્યો હતો. વડોદરાથી પરત લઈ આવ્યા બાદ તેણી પોલીસ ફરિયાદ કરી હતી કે પતિ મિતુલે તેણીને સિગારેટના ડામ આપ્યા હતા.

Previous articleકાશ્મીરમાં બકરી ઇદ પર શાંતિ : મસ્જિદોમાં નમાજ
Next article૫૦૦ ફૂટની ઊંચાઈથી સુનસર ધોધ વહ્યો, સહેલાણીઓ ઉમટી પડ્યા