૫૦૦ ફૂટની ઊંચાઈથી સુનસર ધોધ વહ્યો, સહેલાણીઓ ઉમટી પડ્યા

583

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામે ધરતી માતાના મંદિરે ડુંગર ઉપરથી કુદરતી ધોધ વહે છે.

આ કુદરતી ધોધનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે. ઉત્તર ગુજરાતનું મિનિ કાશ્મીર તરીકે સુનસર ધોધ ખૂબ પ્રચલિત છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડાની પશ્ચિમે ૭ કિલોમીટર દૂર સુનસર ગામ આવેલું છે. સુનસર ગામે અરવલ્લીની ગિરિમાળા પાસે ધરતી માતાનું મંદિર છે ત્યાં ઊંચે ડુંગર પરથી દર ચોમાસામાં કુદરતી ધોધ વહે છે. ચોમાસાની શરૂઆત થયા બાદ ૬ થી ૭ ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે ડુંગર ઉપરનું તળાવ ભરાય છે અને તળાવનું ઓવર ફ્લો થયા બાદમાં પાણી ડુંગરના પથ્થરોની કુદરતી એવી રચના કરેલી છે કે ધોધ સ્વરૂપે નીચે વહે છે.

૫૦૦ ફૂટ જેટલી ઊંચાઈએથી પડતો ધોધ જાણે કુદરતના ખોળેથી અલૌકિક ઝરણું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જાણે કાશ્મીરમાં આવ્યા હોઈએ એવો અહેસાસ થાય છે.

એક તરફ ધરતી માતા બીજી તરફ ડુંગર પરથી વહેતો ધોધ આવા નયન રમ્ય દ્રશ્યો અને ધોધમાં ન્હાવાની મજા માણવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે. આખા ઉત્તર ગુજરાતમાંથી મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરથી અબાલ વૃદ્ધ સૌ ધોધની મજા માણવા ઉમટી પડે છે અને ભરપૂર આનંદ માણતા હોય છે.

Previous articleપતિએ દહેજની માંગણી કરી પત્નીના હાથ પર સિગારેટના ડામ આપ્યા
Next articleયુવકના પેટમાંથી કટર, પ્લગ સહિત કુલ ૪૫૨ વસ્તુઓ નીકળી